આ પ્રાણાયામ તમારા શરીરની સાથે સાથે મનને પણ નીખારશે આ જાણો એના વિષે ને વિડીયો માં રીત

શરીરની સાથે મનની સુંદરતા પણ એટલી જ જરૂરી હોય છે અને આ સુંદરતા તમારા વ્યક્તિત્વની ઓળખાણ બની જાય છે. એકદમ દોડતી જિંદગીના પૈડા એટલા ઝડપથી દોડે છે કે લોકો હમેશા પોતાના આરોગ્ય ની કાળજી લેવાનું ભૂલી જાય છે પરંતુ આવું કરવાથી તમારી તબિયત ઉપર ભારે પડી શકે છે. તો ચાલો આજે અમે તમને એક એવા પ્રાણાયામ બતાવીશું જે તમારી શક્તિ ને વધારવામાં મદદ કરે છે. તે સિવાય શરીર સાથે સાથે મનને પણ સુંદર બનાવશે.

ભષ્ત્રિકા પ્રાણાયામ : આ આસન તમારા ફેફસાને તંદુરસ્ત બનાવે છે. આ આસન કરવાથી ન માત્ર લંગ્સની ક્ષમતા વધે છે. પરંતુ આખા શરીરમાં શક્તિનો વિકાસ થાય છે. પરંતુ આ આસન કરતી વખતે તે વાતનું ધ્યાન રાખો કે વધુ ઝડપથી ન કરવું કેમ કે આવું કરવાથી તમને ચક્કરનો પણ અનુભવ થઈ શકે છે. એટલા માટે પ્રાણાયામને આરામથી ધીરે ધીરે જ કરો.

આ આસનને કરવા માટે સૌથી પહેલા પલાઠી વાળીને બેસી જાઓ. પછી અંગુઠાથી નાકના એક બાજુના કાણા ને બંધ કરો અને ધીરે ધીરે શ્વાસ લો.

જે બાજુ થી નાક ની એક ભાગ ખુલો છે તેનાથીધીમે ધીમે શ્વાસને છોડો. આ રીતે તમે નાકના બન્ને કાણા ને વાર ફરતી બંધ કરીને ઊંડો શ્વાસ લો અને તેને છોડો. આવું ઓછામાં ઓછું પાચ વખત કરો. આ આસન ને તમે બન્ને હાથો ને નીચે કરીને પગ ઉપર હાથ રાખીને પણ કરી શકો છો.

જો કોઈ વ્યક્તિને ઊંચા લોહીનું દબાણ છે કે પછી પેટની સર્જરી વાળા લોકો છે તો તેને કોઈ જાણકાર નું માર્ગદર્શન લીધા પછી જ કરો.

વિડીઓ – 1

વિડીયો – ૨