હવે 2 કિલો દહીં કરશે 25 કિલો યૂરિયાનો મુકાબલો ક્લિક કરી ને જાણો કેવીરીતે થશે

રાસાયણિક ખાતર અને જંતુનાશકથી થતા નુકશાન પ્રત્યે ખેડૂત જાગૃત થઇ રહ્યા છે. જૈવિક ટેકનીકને કારણે ઉત્તર બિહારના લગભગ ૯૦ હજાર ખેડૂતોએ યુરીયાનો બહિષ્કાર કર્યો છે. તેના બદલે દહીંનો ઉપયોગ કરી ખેડૂતોએ અનાજ, ફળ, શાકભાજીના ઉત્પાદનમાં ૨૫ થી ૩૦ ટકા વધારો પણ કર્યો છે.

૨૫ કિલો યુરીયાની સરખામણી 2 કિલો દહીં જ કરી રહ્યું છે. યુરીયાની સરખામણીમાં દહીંના મિશ્રણનો છંટકાવ વધુ ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ યુરીયાથી પાકમાં લગભગ ૨૫ દિવસ સુધી અને દહીંના ઉપયોગથી પાકમાં ૪૦ દિવસ સુધી હરિયાળી રહે છે.

ખેડૂત જણાવે છે કે કેરી, લીચી, ઘઉં, ધાન અને શેરડીમાં દહીંનો ઉપયોગ સફળ થયો છે. પાકને પૂરતા પ્રમાણમાં લાંબા સમય સુધી નાઈટ્રોજન અને ફોસ્ફરસની જરૂરિયાત પૂરી પડતી રહે છે. કેરમાંના ખેડૂત સંતોષ કુમાર જણાવે છે કે તે લગભગ બે વર્ષથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. અને ઘણું ફાયદાકારક સાબિત થયું છે.

લીચી અને કેરીનું થાય છે વધુ ઉત્પાદન :

આ મિશ્રણનો ઉપયોગ કેરી અને લીચીમાં ફૂલ આવતા પહેલા લગભગ ૧૫ થી ૨૦ દિવસ પહેલા કરો. એક લીટર પાણીમાં ૩૦ મી.લી. દહીંનું મિશ્રણ નાખીને હલાવીને તૈયાર કરી લો. તેનાથી પાંદડાને પલાળી દો. ૧૫ દિવસ પછી ફરી વખત પ્રયોગ કરવાનો છે.

તેનાથી લીચી અને કેરીના ઝાડોને ફોસ્ફરસ અને નાઈટ્રોજનનું યોગ્ય પ્રમાણ મળે છે. ફૂલને ઝડપથી બહાર નીકળવામાં મદદ મળે છે. તમામ ફળ સરખા આકારના થાય છે. ફાળોનું ખરવું પણ આ પ્રયોગથી ઓછું થઇ જાય છે.

આવી રીતે તૈયાર થાય છે દહીંનું મિશ્રણ :

દેશી ગાયના બે લીટર દૂધને માટીના વાસણમાં ભરી દહીં તૈયાર કરો. તૈયાર દહીંમાં પિત્તળ કે તાંબાની ચમચી, કલછી કે વાટકી ડુબાડીને મૂકી દો. તેને ઢાંકીને આઠ થી ૧૦ દિવસ સુધી મૂકી દો. તેમાં લીલા રંગના તાર નીકળશે. પછી વાસણને બહાર કાઢીને સારી રીતે ધોઈ લો. એ વાસણ ધોતી વખતે નીકળેલા પાણીને દહીંમાં મેળવી મિશ્રણ તૈયાર કરી લો. બે કિલો દહીંમાં ત્રણ લીટર પાણી ભેળવીને પાંચ કિલો મિશ્રણ બનશે.

તે દરમિયાન તેમાં માખણ તરીકે કીટ નિયંત્રક પદાર્થ નીકળશે. તેને બહાર કાઢીને તેમાં વર્મી કમ્પોસ્ટ ભેળવીને ઝાડ છોડના મૂળમાં નાખી દો. ધ્યાન રાખશો તેના સંપર્કમાં કોઈ બાળક ન જાય. તેના પ્રયોગથી ઝાડ છોડ સાથે જોડાયેલા જંતુઓ અને જીવાત દુર થઇ જશે. છોડ નીરોગી બનશે.

જરૂર મુજબ દહીંના પાંચ કિલો મિશ્રણમાં પાણી ભેળવીને એક એકર પાકમાં છંટકાવ થશે. તેના પ્રયોગથી પાકમાં હરિયાળી સાથે સાથે લાહી નિયંત્રણ થાય છે. પાકને પુષ્કળ પ્રમાણમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ મળતો રહે છે. તેનાથી છોડ છેલ્લા સમય સુધી સ્વસ્થ રહે છે.

કહ્યુ ખેડૂતે :

સકરાના ઈનોવેટીવ ખેડૂત સન્માન વિજેતા દિનેશ કુમારે જણાવ્યું, મકાઇ, શેરડી, કેળા, શાકભાજી, કેરી-લીચી સહીત તમામ પાકમાં આ પ્રયોગ સફળ થયો છે. આત્મા હિતકારિણી સમૂહના ૯૦ હજાર ખેડૂત આ પ્રયોગ કરી રહ્યા છે. ત્યાર પછી મુજફ્ફરપુર, વૈશાલી સાથે સાથે દિલ્હીની ધરતી ઉપર તેને કરવામાં આવ્યો.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે માર્ચ ૨૦૧૭ માં ઈનોવેટીવ ખેડૂત સન્માનથી એમને સન્માનિત કર્યા. મુજફ્ફરપુરના ખેડૂત ભૂષણ સન્માન મેળવનાર સતીશ કુમાર ત્રિવેદી કહે છે, કે જે ખેતરોમાં કાર્બનિક તત્વ રહેલા હોય છે, તેમાં આ પ્રયોગથી પાકનું ઉત્પાદન ૩૦ ટકા વધુ થાય છે. આ મિશ્રણમાં મેથીની પેસ્ટ કે લીમડાનું તેલ ભેળવીને છંટકાવ કરવાથી પાક ઉપર ફૂગ નહી લાગે. આ પ્રયોગથી નાઈટ્રોજનની પૂર્તતા, દુશ્મન જીવાતથી પાકનું રક્ષણ અને મિત્ર જીવાતનું રક્ષણ એક સાથે થાય છે.