હાથ વારંવાર ધોવાને કારણે તમે થઇ શકો છો બીમાર, જો તમને પણ છે આવી ટેવ તો વાંચી લો આ માહિતી

સાફ સફાઈથી રહેવું તમારી સારી લાઈફસ્ટાઈલને દર્શાવે છે. તમે પણ જ્યારે બાળપણમાં બહાર રમીને ઘરે આવતા હતા, તો તમારા ઘરના વડીલ હાથ ધોવાનું કહેતા હતા. ભોજન કરતા પહેલા હાથ ધોવા જવા માટે તમે ન જાણે કેટલો ઠપકો સાંભળ્યો હશે. ખાધા પછી, બહારથી આવવા પર, ટોયલેટ માંથી નીકળ્યા પછી કોઈપણ ખાવાની વસ્તુને સ્પર્શતા પહેલા હાથ ધોવાની સલાહ બાળપણથી મળતી આવી છે. ત્યારે તમને ભલે ઘર વાળાની આ વાત તમારા આરોગ્ય માટે ઘણી લાભદાયક હતી. અને તમે એ સલાહ બીજાને આપતા હશો.

યુ.એસ. ના ડીઝીઝ કંટ્રોલ એંડ પ્રીવેંશન સેંટરના જણાવ્યા મુજબ તમારે તંદુરસ્ત રહેવા માટે હાથ સાફ રાખવા ઘણા જરૂરી માનવામાં આવે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ થશે કે જો તમને હાથ ધોવાની વધુ ટેવ છે તો એ ટેવ તમને બીમાર કરી શકે છે. હવે તમારા મગજમાં એ પ્રશ્ન થઇ રહ્યો હશે કે છેવટે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આપણી સ્કીન ઉપર બે પ્રકારના બેક્ટેરિયા રહેલા છે. એક તો એ જે આપણને બીમાર કરે છે અને બીજા એ કે જે આપણને બીમારીઓથી દુર રાખે છે.

તેવામાં જો તમે એક લીમીટથી વધુ વખત તમારા હાથ ધુવો છો, તો તમારી સ્કીન ઉપર રહેલા નુકશાનકારક બેક્ટેરિયાની સાથે ફાયદો કરવા વાળા બેક્ટેરિયા પણ નીકળી જાય છે. જેથી તમારા શરીરને નુકશાન પહોચે છે. માત્ર લાભ કરવા વાળા બેક્ટેરિયા જ નહિ પરંતુ વારંવાર હાથ ધોવાથી તમારી સ્કીન સુકી પણ થઇ જાય છે, કેમ કે એમ કરવાથી તમારી સ્કીન ઉપર રહેલા ફાયદાકારક ઓઈલ નીકળી જાય છે અને સ્કીન સુકી થઇ જાય છે.

ઘણા લોકો હાથ સાફ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરે છે. આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ હાથ ઉપર વારંવાર સેનેટાઈઝરનો ઉપયોગ કરવું પણ આરોગ્ય માટે એટલું જ નુકશાનકારક છે, જેટલું વારંવાર હાથ ધોવા, જે લોકો હેંડ સેનેટાઇઝરનો વધુ ઉપયોગ કરે છે તે જલ્દી બીમાર પડે છે.

અમારા આ લેખનો અર્થ જરાપણ એવો નથી કે તમે હાથને સ્વચ્છ ન રાખો અને હાથ ન ધુવો, કોઈપણ વસ્તુનો વધુ ઉપયોગ કરવો નુકશાનકારક હોય છે, તેવી રીતે જ હાથને વધુ વખત ધોવા પણ નુકશાનકારક હોઈ શકે છે. સ્વસ્થ રહેવા માટે હાથને સાફ રાખવા ઘણા જરૂરી છે, કેમ કે હાથ દ્વારા જ બેક્ટેરિયા આપણા પેટમાં જાય છે અને આપણને બીમાર બનાવે છે.

તમારે હંમેશા એ ધ્યાન રાખવું પડશે કે તમારા હાથને ક્યારે અને કેટલા સાફ કરવાના છે. જેમ કે ટોયલેટ માંથી નીકળ્યા પછી હાથ ધોવા ઘણા જરૂરી હોય છે, તેવી રીતે ભોજન કરતા પહેલા પણ હાથ ધોવા ઘણા જરૂરી હોય છે. હેંડ સેનેટાઈઝરનો ઉપયોગ તમે મોબાઈલનો ઉપયોગ કર્યા પછી કે કોઈ પબ્લિક પ્લેસ ઉપર ગયા હો અને ત્યારે તેનો ઉપયોગ જરૂરી ગણવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.