શું થશે? જો તમે આખી જિંદગી તમારી પથારી માંથી નઈ ઉતરો તો?

મિત્રો, આપણે માણસોને આપણા જીવનમાં આરામ અને ઊંઘ બન્નેની જરૂર રહે જ છે, કેમ કે તેના વગર આપણું શરીર સારી રીતે કામ નથી કરી શકતું, અને આમ પણ આપણે કોઈ રોબોટ નથી કે ૨૪ કલાક ચાલુ રહીએ.

આપણે બધાએ એક ચોક્કસ સમય માટે આરામ અને ઊંઘ લેવી જોઈએ, જે દરેક ડોક્ટર આપણને કહે જ છે. પણ આ આરામ કેટલો ખતરનાક હોઈ શકે છે, તે તો એ સમય ઉપર જ આધાર રાખે છે કે તમે કેટલી વાર સુધી તમારી પથારી ઉપર પડ્યા રહો છો.

એક ચોક્કસ સમય પછી આપણે બધા આપણી પથારી છોડીને આપણા નિત્ય ક્રમમાં વ્યસ્ત થઇ જઈએ છીએ. આપણું શરીર અને જીવન આ સિસ્ટમને અનુસરતી આવી રહી છે. એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે જયારે આપણને વધુ સમય સુધી આરામ કરવાનું કહેવામાં આવે છે, જેમ કે જયારે આપણે બીમાર પડી જઈએ છીએ તો, પણ એક ચોક્કસ સમય પછી આપણે ફરીથી હરવા ફરવાનું શરુ કરી દઈએ છીએ.

વધુ સમય સુધી પથારીમાં સુઈ રહેવાથી આપણા શરીર માટે સારું નથી. પણ ત્યારે શું થશે જયારે આપણે ક્યારે પણ આપણી પથારી ન છોડીએ કે ઘણા લાંબા સમય સુધી આપણે પથારી ઉપર જ પડ્યા રહીએ? આવો જાણીએ.

૨૦૧૪ માં નાસા (NASA) એ અવકાશયાત્રીઓ ઉપર અવકાશમાં થતી ગુરુત્વાકર્ષણની અસરને જાણવા માટે એક પ્રયોગ કર્યો, જેનાથી તેમણે અવકાશમાં માંસપેશીઓ અને હાડકામાં થતી વિકૃત અસરની જાણકારી મેળવી. આ પ્રયોગ માટે તેમણે ડ્રુ ઇવાનિકી (Drew Iwanicki) નામના એક વ્યક્તિને ૭૦ દિવસ સુધી સતત પથારી ઉપર સુવરાવી રાખ્યો, અને તેના ખાવા-પીવા બાબતે પણ ઘણી ચોકસાઈ રાખવામાં આવી. ઓછા ગુરુત્વાકર્ષણની અસરોને જાણવા માટે તેની પથારી એક ચોક્કસ કોણ ઉપર ત્રાંસી કરી દેવામાં આવી જેથી લોહીનો પ્રવાહ તેના માથા સુધી પહોંચી શકે.

૭૦ દિવસ પછી જયારે ડ્રુ ઇવાનિકીને ઉભો કરવામાં આવ્યો તો પોતાના પગ ઘણા ભારે હોવાનો તેને અનુભવ થઇ રહ્યો હતો, અને તેના લોહીનું પ્રમાણ પણ ૨૦ % સુધી ઓછું થઇ ગયું હતું. તેની સાથે જ તેના ધબકારા 150 બીટ પ્રતિ મિનીટ સુધી વધી ગયા હતા, અને ઘણા પ્રકારની શારીરિક તકલીફોને કારણે જ તેને ઘણી નબળાઈ આવી ગઈ હતી.

આ તો એક વિશેષ પ્રયોગ હતો. પરંતુ હવે વાત કરીએ કે સામાન્ય પરિસ્થિતિઓની. જો આપણે ક્યારે પણ કે ઘણા લાંબા સમય સુધી પોતાની પથારી ઉપરથી ન ઉઠીએ, તો તેની આપણા શરીર ઉપર શી અસર પડી શકે છે.

એવું ખુબ ઓછું બને છે જયારે આપણે ૭-૮ કલાકથી વધુ પથારી ઉપર કોઈપણ પ્રકારના હલન ચલન વગર એક જ સ્થિતિમાં રહેતા હોઈએ. કેમ કે સુતા સમયે પણ આપણે બધા કોઈ ને કોઈ હલન ચલન તો કરીએ જ છીએ, જેમ કે પડખુ ફેરવવું. અને જો લાંબા સમય સુધી તમે હલન ચલન વગર પથારી ઉપર સુતા રહો તો સૌથી પહેલા તમને દબાણ અલ્સર (pressure ulcers) એટલે બેડસોર (પથારીમાં પડ્યા રહેવાથી પડતું ધારું) થવાનું શરુ થઇ જશે.

તે દરમિયાન શરીર ઉપર પડતા દબાણને કારણે જ તમારું લોહી તમારી ચામડી અને તેની આજુ બાજુની પેશીઓમાં અટકવાનું શરુ થઇ જશે. જેમ જેમ સમય વધશે તેમ તે દબાણનું પ્રમાણ પણ વધવા લાગશે, અને લોહીમાં વહેતા ઘણા પોષક તત્વ શરીરના કોશો સુધી નહિ પહોંચી શકે.

તેની સાથે જ જો તમે હલન ચલન વગર પથારી ઉપર સતત સુતા રહો તો તેની વધુ અસર તમારા સ્નાયુઓ ઉપર પડશે. કેમ કે સામાન્ય રીતે કોઈપણ પ્રકારના હલન ચલનથી આપણા સ્નાયુઓની શક્તિ ૧ અઠવાડિયામાં ૧૫ % સુધીની ઓછી થઇ જાય છે, અને તેને લીધે તમારી શક્તિ પણ ઘણી ઓછી થવા લાગશે, અને તમને ઘણો વધારે થાકનો અનુભવ થવા લાગશે. લાંબા સમય પછી તમારા સ્નાયુઓનું વજન પણ ઘટવાનું શરુ થઇ જશે.

તે બધાની સાથે જ તમારા હાડકા પણ પોતાનું વજન ઘટવાનું શરુ કરી દેશે, અને બોન રીસોર્પશન (bone resorption) ને કારણે જ હાડકા તૂટવાનું શરુ થઇ જાય છે. દર બે દિવસની નિષ્ક્રિયતા તમારા ધબકારાને 1 બીટ પર મિનીટ સુધી વધારી દે છે, અને લોહીનું પ્રમાણ ઓછું થવાને કારણે જ ઓક્સિજન આપણા શરીરના જુદા જુદા અંગો સુધી યોગ્ય રીતે નથી પહોચી શકતું, અને ગંભીર સ્થિતિમાં જીવ જવાનું પણ જોખમ રહે છે. એટલા માટે કોમામાં રહેવા વાળા અને પેરેલાઈઝડ લોકોને વધુ સાળસંભાળ સાથે રાખવામાં આવે છે, અને સમયે સમયે તેમની સ્થિતિ બદલવામાં આવે છે.

તેની સાથે જ તણાવ, માથાનો દુ:ખાવો, કીડનીમાં પથરી અને નીમોનીયા થવાની શક્યતા પણ વધી જાય છે. જે આગળ જતા ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે.

જુઓ વીડિઓ :