આ ખેડુત યુ-ટ્યુબ ઉપરથી નવી નવી ટ્રીક લઈને કરે છે ખેતી, પછી આવી રીતે વેચે છે ઉપજ

 

કહેવામાં આવે છે કે આજના સમયમાં ઈન્ટરનેટ યુવાનોને ખોટા કામમાં ફસાવી રહ્યા છે, પણ બીજી બાજુ એક ખેડૂત એવો પણ છે, જે ઈન્ટરનેટનો સારા કામમાં ઉપયોગ કરી રહ્યો છે. ફતેહાબાદ જીલ્લાના ચૂહડપુર ગામના રહેતા ખેડૂત હરવીન્દ સિંહ લાલી એ સોસીયલ મીડિયામાં વોટસઅપ, ફેસબુક, ટ્વીટર અને યુ-ટ્યુબ થી જોડાઈને હર્બલ ખેતીને આધુનિક ટેકનીક થી જોડી દીધી અને આજે તેના બતાવેલ રસ્તા ઉપર ગામના બીજા ખેડૂતો પણ ચાલી રહ્યા છે.
યુ-ટ્યુબ ઉપરથી લે છે નવી નવી ટ્રીક, ફેસબુક અને વોટ્સઅપ ઉપર વેચે છે ઉપજ.

ખેડૂત હરવિન્દ્ર સિંહ નું કહેવું છે કે આવી ખેતીની પ્રેરણા તેને પોતાના કાકા પાસેથી મળી. હર્બલ ખેતીમાં ખુબ અનુભવ મેળવ્યો. યુ-ટ્યુબ ના માધ્યમથી ખેતીના આધુનિક મશીનો અને ટેકનીકનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. હરવિંદર સિંહ જંતુનાશક નો ઉપયોગ નથી કરતા, કેમ કે તેનું માનવું છે કે હર્બલ ખેતીમાં જીવાત પડતી નથી.

હરવિન્દ્રએ જણાવ્યું કે, તેને ફેસબુક ઉપર ખરીદનાર હર્બલ ખેતીની ઉપજ ની મો માગી કિંમત આપવા તૈયાર છે. જ્યાં બીજા ખેડૂતો પરાલી સળગાવવા ઉપર વધુ ધ્યાન આપે છે આ ખેડૂત હરવિન્દ્ર એ છેલ્લા લગભગ 15 વર્ષથી પોતાના ખેતરમાં પરાલી નથી સળગાવી. પરાલી ન સળગાવવાથી ખેતીની ઉત્પાદન ક્ષમતા માં ખુબ ફાયદો થયો છે. જયારે બીજા ખેડૂત ઘઉં વાવવાની તૈયારી કરી રહ્યા હોય છે, ત્યારે તેના ખેતરમાં ઘઉં ના પાકમાં કોટા ફૂટી ગયા હોય છે.

લોકોના આરોગ્ય સાથે રમવું નથી ગમતું

હરવિન્દ્ર નું કહેવું છે કે આ ખેતીમાં ખર્ચ ઘણો ઓછો લાગે છે બસ ઉત્પાદન બીજાથી ઓછું થાય છે, પણ તેનો વેચાણ ભાવ મળવાથી હરવિન્દર સિંહ ને તેનો કોઈ ફરક પડતો નથી, તેનું માનવું છે કે પોતાના ફાયદા માટે બીજા ના આરોગ્ય સાથે રમવું જરાપણ સારું ન કહેવાય. પણ ખેડૂત એવું કરવા નથી માંગતો પણ સરકાર અને વધુ ઉપજ નું દબાણ તેને મજબૂરી માં આ કરાવે છે.

કહેવામાં આવે છે કે, આ આધુનિક અને જૂની ખેતી ના ઉપયોગથી સફળ ઉપયોગ ઉપર હરવિન્દ્ર ને સન્માનિત કરવા માટે ન તો કોઈ મંત્રી આવ્યા ન તો કોઈ અધિકારી અને તેને તે વાતનો અફસોસ પણ નથી. હાલમાં તે મિત્રોની પ્રશંસા થી આનંદમાં રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.