કોરોના ત્રસ્ત ડોક્ટરની આપવીતી વાંચીને હલી જશો. સેવા કરતા કરતા મેવાને બદલે મળ્યો કોરોના.

આખા ડોકટરના પરિવારને ઝપેટમાં લીધો કોરોરનાએ, લોકોની સેવામાં કોરોના મળ્યો ભેટમાં, જાણો એમના જ શબ્દોમાં.

ફેસબુક પેજ ઉપર ડોક્ટરની આ સંપૂર્ણ પોસ્ટ શેયર કરવામાં આવી છે. આ પોસ્ટમાં ડોક્ટરે કોરોનાવાયરસ ચેપગ્રસ્ત તેના પરિવાર માટે પીડા અને દુ:ખ વ્યક્ત કર્યું છે.

નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસનો વિનાશ દરરોજ વધી રહ્યો છે. આ રોગચાળા સામે લડતા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, સફાઇ કામદારો, પોલીસકર્મીઓને પણ ચેપ લાગી રહ્યો છે. તે દરમિયાન, મુંબઇમાં કોવિડ -19 (કોરોના વાયરસ) દર્દીઓની સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ બનેલા ડોક્ટરની એક સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ડોક્ટરે કોરોના ચેપગ્રસ્ત પોતાના પરિવાર માટે દુઃખ અને અફસોસ વ્યક્ત કર્યો છે.

‘Humans of Bombay’ નામની ફેસબુક પેજ ઉપર ડોક્ટરની આ આખી પોસ્ટ શેર કરવામાં આવી છે. પોતાની પોસ્ટમાં ડોક્ટર કહે છે, ‘જયારથી કોરોના વાયરસનો હુમલો થયો છે, ત્યારથી જ હું રજા લીધા વિના ચેપગ્રસ્તની સારવાર કરવામાં રોકાયો હતો. હું જાણતો હતો કે આ સમયે દર્દીઓની મારી સૌથી વધુ જરૂર છે. તેથી જ હું મારી ફરજ બજાવી રહ્યો હતો. દરરોજ 5-10 દર્દીઓ જોતો હતો. જો કે, આ સમય દરમિયાન હું મારી સલામતીની પણ કાળજી લેતો હતો.

18 માર્ચે, ડોકટરોને તાવ આવ્યો. ભારતમાં કોરોના રોગચાળાના વધતા જતા કેસો પછી 25 માર્ચથી લગાવવામાં આવેલા લોકડાઉનના પહેલા તબક્કાના થોડા દિવસો પહેલાની આ ઘટના હતી. ડોક્ટરની સાથે તેની પત્ની અને પુત્રીનો પણ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યો. ત્રણેય પોઝેટીવ નીકળ્યા, ત્યાર પછી તેમને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા.

પોતાની પોસ્ટમાં ડોક્ટર કહે છે, ‘મેં કોવિડ-19 વોર્ડમાં મારી પત્ની અને પુત્રીને જોયા. તેથી હું સંપૂર્ણપણે તૂટી ગયો. હું તેના માટે મને પોતાને દોષી માની રહ્યો હતો. અલબત્ત એક ડોક્ટર હોવાને કારણે, દર્દીઓ માટે મારાથી જેટલુ શક્ય હતું તે બધું મેં કર્યું. પરંતુ, મારા પરિવારને બચાવવામાં હું સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો.

ડોક્ટર અને તેની પુત્રીને એક અઠવાડિયાની અંદર જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ, તેની પત્નીની હાલત હજુ પણ ખરાબ છે અને તે હજી હોસ્પિટલમાં જ છે, જ્યારે પિતા પુત્રી બંને ઘરે પાછા ફર્યા છે.

ડોક્ટર આગળ લખે છે, ‘આ રોગચાળાને લીધે અમારે થોડા સમય માટે અલગ થવું પડ્યું, જે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે. હું મારી પત્નીને જોવા માટે વધુ રાહ જોઈ શકતો ન હતો. જો કે, હું મારા પડોશીઓનો આભારી છું કે જે મારી પત્નીને દરરોજ ભોજન પહોચાડતા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોથી વખત પરીક્ષણ કર્યા પછી ડોક્ટરની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવી રહી છે. ડોક્ટરે પોસ્ટના અંતે લખ્યું- ‘આખરે અમે કોરોનાને હરાવી દીધો અને ફરીથી એક સાથે આવી ગયા. માનવતા હંમેશા રોગચાળાથી આગળ રહે છે અને જીતે છે. આ વખતે પણ એવું જ બન્યું.’

ડોક્ટરની આ પોસ્ટના સમાચાર લખાય ત્યાં સુધીમાં 8000 થી વધુ લાઈક્સ મળી ચૂકી છે, તેની ઉપર લોકો કોરોના વોરિયર્સના કામને સલામ કરતા કમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.