સ્વસ્થ્ય સમાજ : ચિરયુવા રહેવા નો તમને થશે ગૌરવ, વૃદ્ધાવસ્થા રહશે તમારાથી દૂર

ભાગદોડ ભરેલા જીવનમાં સમયના અભાવને કારણે મોટાભાગે લોકો પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાનું ધ્યાન નથી રાખી શકતા. તેમજ વધતી જરૂરિયાતો, મહત્વાકાંક્ષાઓને કારણે તણાવ, ચિંતા અને કામના ભારને કારણે સમય કરતા પહેલા જ લોકોને ઘડપણ આવવા લાગે છે. પછી એવો સમય આવે છે જયારે વ્યક્તિ પોતાની ઉંમર કરતા ઘણો વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. પણ આ સમસ્યાને રોકવા માટે આયુર્વેદમાં રસાયણ ચિકિત્સા ઘણી કારગર છે.

લોકોના સ્વાસ્થ્યની રક્ષા અને રોગીના વિકારને દૂર કરવા આ પદ્ધતિનો ઉદ્દેશ છે. આયુર્વેદનો સિદ્ધાંત હંમેશા આ વાત પર જોર આપે છે કે બીમારી થઇ જ શકે નહિ. લોકો 40 વર્ષની ઉંમરમાં 50 – 55 વર્ષના ન દેખાય. એના માટે આયુર્વેદમાં ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ઉપયોગ કરવાથી સ્વસ્થ રહેવાય છે અને સાથે જ ઘડપણ પણ મોડેથી આવે છે.

જાણો કયું છે રસાયણ : આયુર્વેદ અનુસાર જે ઘડપણ અને રોગોને દૂર કરે એને રસાયણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં સાત ધાતુ (રસ, રક્ત, માસ, ચરબી, હાડકા, મજ્જા, વીર્ય) નો સાર ‘ઓજસ’ કહેવાય છે. ઉત્તમ ધાતુઓ પ્રાપ્ત કરવા માટે જે ઉપાય છે, એને રસાયણ કહેવાય છે.

આ રસાયણોનું કરો સેવન : ગાયના દૂધ સાથે અશ્વગંધા, અમૃતા અને બ્રાહ્મી રસાયણનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ગાયના દૂધથી બનેલા દેશી ઘી નું પણ સેવન કરવું જોઈએ. રાજકીય આયુર્વેદ મહાવિદ્યાલયના વૈદ્ય અજય કુમારના જણાવ્યા અનુસાર યોગ્યતા ધરાવતા વૈદ્યની સલાહ લીધા વગર જાતે ઈલાજ શરુ કરવો જોઈએ નહિ.

કેમ થાય છે શીયાળામાં ત્વચા આટલી સુકી?

શિયાળો આવતા જ સૌની એક તકલીફ સામે આવી જાય છે અને તે છે સુકી ત્વચા. કોઈ કોઈને વધુ થઇ જાય છે તો કોઈને સામાન્ય રહે છે, પરંતુ ત્વચા સુકી બધાની થાય છે. તેના માટે લોકો તમામ વસ્તુનો ઉપયોગ કરવા લાગે છે. કોલ્ડ ક્રીમ, મોશ્ચ્યરાઈઝર કે પછી ગ્લીસરીન જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ જો એ બધી વસ્તુ અસર નહિ કરે ત્યારે તમે શું કરશો? જો તમે ઠંડીમાં સુકી ત્વચાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ઘેર બેઠા જ તમે તમારો ઈલાજ કરી શકો છો. કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી? તેની પાછળ હોય છે ઘણા કારણ જે દરેકને ખબર નથી હોતા અને તમને પણ જો ખબર ન હોય તો વાંચો આ લેખ.

૧. શીયાળાની ઋતુમાં સુકાપણુંની સમસ્યા સામાન્ય થઇ જાય છે. જો તમે તેનું ધ્યાન નથી રાખી શકતા તો સુકાપણું વધુ થવા લાગે છે. તેના માટે તમારે તમારા શરીરને કોઈ લોશનથી મોશ્ચ્યરાઈઝ રાખવું જોઈએ.

૨. સુકી ત્વચાથી પરેશાન લોકોએ દિવસમાં ઓછામાં ઓછું ૭ થી ૮ ગ્લાસ પાણી નિયમિત રીતે પીવું જોઈએ. તે ઉપરાંત રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં બે ચમચી બદામનું તેલ નાખીને તેનું સેવન કરો.

૩. કુવારપાઠુંમાં રહેલા પોલીસચરાઈડ સ્કીન લાંબા સમય સુધી મોશ્ચ્યરાઈઝ રાખે છે. કુવારપાઠું જેલ આખા શરીરમાં લગાવવાથી ફાયદો થાય છે.

વધુ જાણવા ક્લિક કરો >>>>> કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી? જાણો તેના કારણો અને અટકાવવાના સચોટ ઉપાય

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.