ઘરે કુલ્ફી બનાવતી વખતે તમે આ ભૂલ ના કરશો.

જો તમને એ પ્રશ્ન કરવામાં આવે કે એક ઉનાળાની ઋતુમાં કંઈક ઠંડું અને ટેસ્ટી ખાવાનું છે તો તમે શું પસંદ કરશો? કદાચ તમારા જવાબમાં કુલ્ફીનું નામ જરૂર સામેલ હશે. તે ખાવા માટે તો લોકો અડધી રાત્રે પણ દુકાન ઉપર પહોચી જાય છે. ગરમીની ઋતુમાં લગભગ બધા કુલ્ફી ખાવાનુ પસંદ કરે છે. ખાસ કરીને બાળકો તો વધુ પસંદ કરે છે. જો તમે પણ તમારી સાથે ઘરવાળા માટે પણ બનાવવા જઈ રહ્યા છો, તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. આ ટીપ્સની મદદથી તમે કુલ્ફીને ખરાબ થવાથી પણ બચાવી શકો છો તો આવો જાણીએ કે કુલ્ફી જમાવવા માટે કઈ ટીપ્સને ફોલો કરવી જોઇએ.

માપ મુજબ સામગ્રી

કોઈ પણ મીઠાઈ કે પછી કુલ્ફી બનાવવા માટે જરૂરી છે સાચા માપમાં સામગ્રીનો ઉપયોગ કરવો. ઘણી વખત એવું બને છે કે કુલ્ફી માટે વધુ દૂધનો ઉપયોગ કરી લેવો અને ખાંડ ઓછી. તેથી મીઠાસની બાબતમાં કુલ્ફી સારી નથી બનતી. એટલા માટે તમે કુલ્ફી બનાવતી વખતે દૂધ અને ખાંડનું પ્રમાણ માપીને જ ઉપયોગ કરો. જો તમે 500 ગ્રામ દૂધનો ઉપયોગ કરો છો તો 150-200 ગ્રામથી વધુ ખાંડનો ઉપયોગ ન કરો. તમે ખાંડ અને દૂધને જેટલી વધુ મિક્સ કરશો કુલ્ફી ઘણી વધુ નરમ બનશે. એટલા માટે બંનેને સારી રીતે ફેટીને ઘટ્ટ થવા સુધી ઉકાળો.

કુલ્ફીના સાંચાનો ઉપયોગ કરો યોગ્ય

કુલ્ફીના સાંચામાં ઘોળને વધુ પ્રમાણમાં ન નાખવું જોઈએ. મેં પ્રયત્ન કરો કે ઘોળ નાખતી વખતે થોડો ભાગ ખાલી રહે. ફ્રીજમાં તે નાખ્યા પછી કુલ્ફી ફૂલે છે. તેના માટે થોડી જગ્યા રાખવી જોઈએ. ક્યારે ક્યારે સાંચામાં વધુ કુલ્ફીનો ઘોળ નાખવાથી કુલ્ફી સાંચા માંથી બહાર નીકળી જાય અને ફ્રીજમાં ફેલાઈ જાય છે.

ફ્રીજમાં ક્યારે રાખવી કુલ્ફી

ઘણી મહિલાઓ એવી હોય છે, જે ઘોળને સાંચામાં નાખ્યા પછી તરત ફ્રીજમાં મૂકી દે છે. પણ એવું ન કરવું જોઈએ. ઘોળને સાંચામાં નાખ્યા પછી થોડી વાર ઠંડું થવા માટે મૂકી દો. પછી ઠંડું પડ્યા પછી જ ફ્રીજમાં મુકો. ત્યાર પછી વધુ ઠંડું કરવા માટે ફ્રીજરમાં તમે મૂકી શકો છો. કુલ્ફીને સાંચા માંથી કાઢવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ફ્રીજ માંથી કાઢીને પાણીમાં થોડી વાર માટે મૂકી દો. સાંચા માંથી કુલ્ફી સીધી કાઢવાથી તૂટી જાય છે.

બીજી જાણકારી પણ છે મહત્વપૂર્ણ

કુલ્ફી વાળું દૂધ ઘટ્ટ કરવા માટે તમે કંડેસ્ટ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો.

કુલ્ફી બનાવવા માટે હંમેશા ખાંડ પાવડરનો જ ઉપયોગ કરો.

જો તમે બે પ્રકારની કુલ્ફી બનાવી રહ્યા છો, તો અલગ અલગ સાંચાનો ઉપયોગ કરો.

ડ્રાઈ ફ્રુટ્સને ઝીણા ઝીણા કાપીને જ ઉપયોગ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.