અજબ પ્રેમની ગજબ કહાની : 20 વર્ષના યુવકે 55 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન, જાણો શું છે મામલો?

આમ તો તમે પ્રેમના અનેક સમાચાર અને કિસ્સા સાંભળ્યા હશે. પણ રામપુર જિલ્લાના એક ગામમાંથી પ્રેમની એક એવી સ્ટોરી સામે આવી છે, જે આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં એક 55 વર્ષની મહિલા અને 20 વર્ષના યુવકની લવ સ્ટોરી દરેક વ્યક્તિની જીભ પર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મિસ કોલથી શરુ થયેલી આ લવ સ્ટોરી હવે લગ્નમાં ફેરવાઈ ગઈ છે. યુવક અને મહિલા હિન્દૂ રીતિ-રિવાજ સાથે સાત ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

હકીકતમાં, આ આખો મામલો રામપુર જિલ્લાના અજીમનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના જટપુરા ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લગભગ 2 વર્ષ પહેલા જટપુરા ગામની રહેવા વાળી 55 વર્ષીય મહિલા કેસરવતીને એક મિસ કોલ આવ્યો હતો. આ મિસ કોલ હરદોઈ જિલ્લાના રહેવા વાળા 20 વર્ષીય યુવક રાકેશ પાલનો હતો. આ મિસ કોલ દ્વારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ.

વાતચીતનો આ સિલસિલો આગળ વધ્યો તો ધીરે ધીરે બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. એ પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. આ દરમિયાન કેસરવતીને લાગ્યું કે, તેમના લગ્નમાં તેમની ઉંમર અડચણરૂપ બની શકે છે. કેસરવતીએ જયારે રાકેશને પોતાની ઉંમર વિષે જણાવ્યું, તો તેણે કોઈ પ્રકારનો વાંધો ઉઠાવ્યો નહિ, અને લગ્ન કરવા માટે પોતાની સહમતી જણાવી દીધી. તે પછી બંને જણાએ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય લઈ લીધો.

ચાર વર્ષ પહેલા કરાવ્યા હતા દીકરીના લગ્ન :

જણાવવામાં આવી રહ્યું છે કે, હરદોઈના રહેવાસી રાકેશ પાલ શનિવારે પોતાની પ્રેમિકા કેસરવતીના ઘરે જટપુરા પહોંચ્યા. એ પછી હિંદુ રીતિ-રિવાજ સાથે બંને જણા લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. કેસરવતી અને રાકેશના આ લગ્ન આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયા છે. કેસરવતીનું કહેવું છે કે, બે વર્ષ પહેલા રોંગ નંબર પર રાકેશ સાથે વાત થઈ હતી. એ પછી બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરુ થઈ ગયો. અમે લોકો ઘણીવાર વિડીયો કોલ દ્વારા વાત કરતા હતા. જણાવી દઈએ કે, કેસરવતીની એક દીકરી પણ છે, જેના 4 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.