જવાન દીકરાઓએ વૃદ્ધ માં ને રસ્તા પર ફેંકી, ખાવાનું પણ ન આપ્યું, પણ માં તે માં, આજે પણ તેમનું ભલું ઈચ્છે છે

તમને ખબર જ હશે કે આ દુનિયામાં ‘માં’ ના દિલ જેટલું મોટું કોઈનું દિલ નથી હોતું. એક માં એ વસ્તુ આપે છે જે પોતાના સંતાન ઉપર આવનારી કોઈપણ મુશ્કેલીને સૌથી પહેલા પોતાની ઉપર લઇ લે છે. અને ભગવાન પાસે દિવસ રાત એવી પ્રાર્થના કરે છે કે, હે ભગવાન મારો જીવ લઇ લે પરંતુ ક્યારે પણ મારા સિવાય કોઈ ઉપર કોઈ આંચ ન આવવા દેશો.

ઘણા એવા પણ સંતાન હોય છે જે પોતાના માં બાપના ઉપકારને ભૂલીને તેને દુનિયાની તે તમામ સમસ્યાઓ દેખાડવા ઉપર આવી જાય છે, જેને જોઈને દરેક માણસ એ વિચારે છે કે અરે આવી સમસ્યા પહેલા મૃત્યુ આવી જાય. આજે અમે તમને એ મહિલાની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ, જેણે માનપુરના જીલ્લા કલેકટર અભિજિત અગ્રવાલ સામે એવી જુબાની આપી કે તેની પણ આંખો ભરાઈ આવી. ખાસ કરીને માનપુરની રહેવાસી રામનાથીએ જણાવ્યું કે તેના પતિનું મૃત્યુ ૧૫ વર્ષ પહેલા જ થઇ ગયું છે.

મહિલાએ જણાવ્યું કે મારે બે દીકરા છે જેના નામ હરીઓમ અને પપ્પુ છે. તે મારી ન તો દેખભાળ કરે છે અને ન તો સારી રીતે વાર કરે છે. ક્યારે ક્યારે તો તે મને ખાવા પણ નથી આપતા. એ સાંભળતા જ કલેકટરે રામનાથીના બન્ને દીકરાને જેલ મોકલવાની વાત કરી, પરંતુ રામનાથીએ કલેકટર પાસે વિનંતી કરતા કહ્યું કે સાહેબ તે બન્નેને બોલાવી ધમકાવી લો જેથી તે મારી સાથે વાત કરે અને મને પેટભરીને ખાવાનું આપે.

તેની ઉપર કલેકટરે કહ્યું કે તે બન્નેને જેલ મોકલવાથી જ ન્યાય થશે. તો રામનાથીએ કહ્યું કે સાહેબ હું ભૂખી રહી લઈશ પરંતુ મારા દીકરાને જેલ ન મોકલો. બસ તમારી પાસે એટલી વિનંતી છે કે તેને સમજાવી દો જેથી તે મારી સાથે સારું વર્તન કરે અને મારી સાથે બે શબ્દ વાત કરે.

એક માં નો પોતાના દીકરાઓ પ્રત્યે આવો પ્રેમ જોઈને જીલ્લા કલેકટર અભિજિત અગ્રવાલે રામનાથીના દીકરાઓને દેખરેખ કરવાનું આશ્વાસન આપ્યું સાથે જ તેમણે રામનાથીને વિધવા પેન્શન આપવાનો પણ આદેશ કર્યો.

ઘરડી માં અને તેના પૌત્રની વાર્તા પણ વાંચીને જાવ, શીખ મળશે.

એક ઘરડી માં જેનો પતિ મરી ગયો હતો. હવે પોતાના દીકરા વહુ અને એક પૌત્ર સાથે રહેવા લાગી હતી. પરિવારમાં સુખ સમૃદ્ધી ઘણું હતું કોઈ પ્રકારની કોઈ તકલીફ ન હતી. પરંતુ હવે ઘરડી માં ના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. અને કોઈપણ કામ સારી રીતે કરી શકતી ન હતી. તેના ઘરમાં સાંજનું ભોજન બધા સાથે મળીને ખાતા હતા. ઘરડી માં નો દીકરો સાંજે ઓફિસેથી ઘેર આવ્યો તો તેને ભૂખ ઘણી લાગી હતી. તે જલ્દી જલ્દી હાથ મોઢું ધોઈને ભોજન કરવા બેસી ગયો સાથે માં પણ બેસી ગઈ.

માં એ જેવી જ ભોજન ભરેલી પ્લેટ ઉપાડવાનો પ્રયત્ન કર્યો તો પ્લેટ હાથ માંથી છૂટી ગઈ અને થોડી એવી દાળ નીચે ઢળી ગઈ. વહુ દીકરો એક નજરે માં ની તરફ જોયું અને પછી પોતાનું ખાવાનું ખાવા લાગ્યા. માં એ જેમ તેમ કરીને પોતાના હલતા હાથોથી ભોજન કરવાનું શરુ કર્યુ. ક્યારેક ખાવાનું કપડા ઉપર ક્યારેક ટેબલ ઉપર તો ક્યારેક જમીન ઉપર ઢળતું જતું હતું. વહુએ ગુસ્સામાં કહ્યું માં કેટલી ગંદી રીતે ખાવાનું ખાય છે, તેને હવે જુદા બેસાડીને ખાવાનું આપવું પડશે. આમ તો મારાથી ખાઈ નહિ શકાય મને સુગ આવે છે. તો તેના પતિએ પણ માથું હલાવીને હા કહ્યું.

નાનું બાળક બધું જોઈ રહ્યું હતું કેવી રીતે મમ્મી પપ્પા દાદી વિષે શું શું બોલે છે. વહુએ હવે માં ને ખાવાનું એક ખૂણામાં આપવાનું શરુ કરી દીધું. એ બધું જોઈને માં ને ઘણું દુ:ખ થયું તે રડતા રડતા ધ્રુજતા હાથોથી એકલી જ ભોજન કરી રહી હતી.

એક દિવસ ભોજન કરતા કરતા તેને એ સમય યાદ આવી રહ્યો હતો, જયારે તે પોતાના એ દીકરાને ખોળામાં બેસાડીને ખુબ પ્રેમથી ભોજન કરાવતી હતી. તે દીકરો પણ પોતાનું ખાવાનું કપડા ઉપર ઢોળ્યા કરતો હતો. મારા કપડાને ગંદા કરતો હતો પેશાબ કરતો હતો. પરંતુ મેં ક્યારે પણ તેને ખાવાનું ખવરાવવાનું બંધ ન કર્યુ. ન તો મને ક્યારે સુગ આવી હવે મારાથી તેને સુગ આવે છે. એ વિચારતી અને પોતાના ધ્રુજતા હાથોથી આંસુઓને લુંછતી. તેનો પૌત્ર એ બધું રોજ જોતો હતો.

એક દિવસ તે પૌત્ર પોતાની દાદીને જોઈ રહ્યો હતો, ત્યારે તેની માં એ પૂછ્યું શું થયું દીકરા, તું દાદી તરફ શું જોઈ રહ્યો છે? તારું ખાવાનું જલ્દી ખા. બાળક બોલ્યું મમ્મી હું જોઈ રહ્યો છું કે મોટા થયા પછી મમ્મી પપ્પા ઘરડા થાય છે, તો શું કરવું જોઈએ, જેથી ગંદકી ન કરે. જયારે હું મોટો થઇ જઈશ અને મારી પત્ની આવશે ત્યારે તમે બન્ને ઘરડા હશો અને તમારા પણ હાથ પગ ધ્રુજવા લાગે ત્યારે તમને બન્નેને પણ ખૂણામાં બેસાડીને ખાવાનું આપીશું.

બાળકના મોઢેથી આવું સાંભળીને બન્ને અચંબિત રહી ગયા. તે બાળકની વાત તેના મનમાં બેસી ગઈ હતી, કેમ કે બાળકએ માસુમ ભાવથી જ પોતાના માં બાપને એક મોટી શીખ આપી દીધી હતી. શીખ : પોતાના ઘરડા માં બાપ કે બીજા કોઈપણ ઘરડા વ્યક્તિ સાથે એવું વર્તન ન કરો, જેનાથી તેમના મનમાં દુ:ખ થાય. કેમ કે એક દિવસ આપણે સૌને ઘરડા થવાનું છે.