શું તમને ખબર છે તમારી મનપસંદ વહુ, ટીવી અભિનેત્રી બનતા પહેલા શું કામ કરતી હતી?

કોઈ હતી રેડિયો જોકી તો કોઈ હતી એયર હોસ્ટેસ, જાણો તમારી ટીવીની ફેવરેટ વહુ પહેલા કયા કામ કરતી હતી?

ભારતમાં લોકો માત્ર બોલીવુડ જ નહિ ટીવી સીરીયલ્સના પણ દીવાના છે. દરેક ઘરની પોતાની એક મનપસંદ વહુ છે. પણ તમને એ ખબર છે કે, તમે જે વહુઓના દીવાના છો અને તેની સીરીયલના એક પણ એપિસોડ મિસ નથી કરતા, તે વહુ ટીવી અભિનેત્રી બનતા પહેલા કયું કામ કરતી હતી? જો નહિ, તો ચિંતા ના કરતા, કારણ કે આજે અમે તમને તેના વિષે જ જણાવવાના છીએ.

(1) હીના ખાન : ટીવીમાં પોતાની અભિનય કારકિર્દી શરુ કરતા પહેલા હીના ખાન એટલે કે તમારી મનપસંદ અક્ષરા વહુ દિલ્હીના એક કોલ સેંટરમાં કામ કરતી હતી. આ વાતનો ખુલાસો તેમણે એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો, અને એ પણ જણાવ્યું હતું કે, તેમનો પગાર 25,000 હતો.

(2) દિવ્યાંકા ત્રિપાઠી : દિવ્યાંકાને ટીવીમાં કામ કરતા કરતા 2 દશક થઇ ગયા છે. ‘બનુ મેં તેરી દુલ્હન’ હોય કે ‘યે હૈ મોહબ્બતે’ દિવ્યાંકા દરેક રોલમાં લોકોની મનપસંદ વહુ રહી છે. દિવ્યાંકાએ પોતાની કારકિર્દી ઓલ ઇન્ડિયા રેડિયો, ભોપાલમાં એન્કર તરીકે શરુ કરી હતી. ટીવીમાં આવતા પહેલા તે ભોપાલમાં રાઈફલ એકેડમીમાં કાર્યકારી અધિકારી હતી.

(3) દીપિકા કક્કડ : આપણી સીમર ટીવી ઉપર છવાઈ જતા પહેલા જેટ એરવેઝમાં એયર હોસ્ટેસનું કામ કરતી હતી. તેમણે ત્યાં 3 વર્ષ કામ કર્યું પણ થોડી આરોગ્ય સાથે જોડાયેલી તકલીફોને કારણે તેમણે નોકરી છોડવી પડી.

(4) નિઆ શર્મા : ઓન સ્ક્રીન નાગિન અને ટીવીની ફેશ દીવા નિઆ શર્મા ટીવી ઉપર આવતા પહેલા એક પત્રકાર હતી. તેમણે જગ્ગનાથ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સાયન્સીસ, દિલ્હીથી પત્રકારીતાનો અભ્યાસ કર્યો હતો.

(5) સના અમીન શેખ : સીરીયલ ‘કૃષ્ણાદાસી’ થી આરાધ્યાના રૂપમાં લોકો વચ્ચે લોકપ્રિય થનારી સના પહેલા એક આરજે (RJ) હતી. તેમણે ઘણા રેડિયો શો કર્યા છે જેમ કે, ખુબસુરત, સના કે સાથ, ટીઆરપી – ટેલીવિઝન રેડિયો ઉપર વગેરે.

(6) કૃતિકા સેંગર : એકતા કપૂરના પ્રસિદ્ધ શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરવા વાળી અભિનેત્રી કૃતિકાએ અમીની યુનીવર્સીટી, નોયડાથી માસ કમ્યુનિકેશન કર્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેમણે મુંબઈની એક એડ એજન્સીમાં પણ કામ કર્યું છે. કૃતિકાની રાણી લક્ષ્મીબાઈના પાત્ર માટે સૌથી વધુ પ્રસંશા કરવામાં આવી છે.

(7) પ્રીતીકા રાવ : ઘણા લોકો પ્રીતીકાને અમૃતાની બહેન તરીકે ઓળખતા હશે, તો ઘણા તેને ‘બેઈંતહા’ ની આલિયા તરીકે. પ્રીતીકા પડદા ઉપર આવતા પહેલા એક ફિલ્મ જર્નલીસ્ટ હતી. તેમણે તમિલ સિનેમાથી પોતાના અભિનય કારીકીર્દીની શરુઆત કરી હતી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.