ઘરમાં સવાર સાંજ જેને આપણે કચરો સમજી ફેંકીએ છીએ તેનાથી નીતિન ગડકરી કમાય છે કરોડો

ભારતનું એક મંદિર વાળની મદદથી ૨૫૦ કરોડ રૂપિયા કમાય છે તેનું નામ તમે જાણતા જ હસો. એક કેન્દ્રીય મંત્રી પણ આ વાળથી ૧૨-૧૫ કરોડ રૂપિયા કમાય છે. વાંચો આ રેશમી ઝુલ્ફોથી કરોડપતિ બનવાની આખી વાત.

ઘરમાં સવાર સાંજ જેને આપણે કચરો સમજી ફેંકી દઈએ છીએ, ખરેખરમાં એની કિંમત હજારો રૂપિયામાં છે. આખી દુનિયામાં આનો વાર્ષિક કારોબાર કેટલાય અરબો રૂપિયામાં છે. વૈશ્વિક બજારમાં ભારત અને પાકિસ્તાન આ માર્કેટમાં પ્રમુખ નિકાસકાર છે. બંને દેશોમાં આ કારોબારમાં પોતાનો હક કરવાની હરીફાઈ થઈ રહી છે. દુનિયાના કેટલાય વિકસિત દેશ આના ખરીદદાર છે.

અહીંયા અમેં વાત કરી રહ્યા છીએ માણસના વાળની. જી હાં, એવું સાંભળવામાં અટપટું લાગી રહ્યું હશે, પણ માનવના વાળ ભારત અને પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાનો મજબૂત હિસ્સો બની રહ્યો છે. આપણા ઘરમાં ખરતા વાળ કે સલૂનમાં કાપી દીધેલા વાળને કચરામાં ફેંકી દેવામાં આવે છે. એ જ કોઇક લોકો માટે કરોડોનો કારોબાર અને કમાણીનો પ્રમુખ સ્ત્રોત છે.

૮૦૦ થી ૨૦૦૦ રૂપિયે પ્રતિ કિલો કિંમત :

કોલકત્તામાં એક કિલો વાળની કિંમત ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા સુધીની છે. હોળી પહેલા આ વાળની કિંમત ૨૦૦૦ રૂપિયે પ્રતિ કિલો સુધી પહોચી જાય છે. કેમકે હોળીમાં રંગીન વિગની માંગ વધી જાય છે. ભારતમાં સલૂનમાં કાપેલા વાળની સાથે સાથે ખરતા વાળનું વેચાણ છેલ્લા પાંચ વર્ષોમાં ઘણું વધી ગયું છે. સૌથી વધારે કિંમત જેની લંબાઈ આઠ ઇંચથી વધારે હોય એવા ખરતા વાળની હોય છે. સુરત માં લગભગ 600 રૂપિયા નાં 100 ગ્રામ ભાવે બાઈઓ ઘરે બેઠા લઇ જાય છે (૬૦૦૦ રૂપિયે કિલો). એટલે ખરીદનાર જે કામ નાં હેતુ થી લઇ જાય એવા સામે રૂપિયા મળે છે. સાથે એ પણ સમજી લો કે પુરુષ નાં વાળ કોઈ કામના નથી એવું પણ નથી જે આ લેખ માં વાંચવા મળશે

ગડકરી ખરીદે છે રોજના પાંચ ટ્રક વાળ :

વર્ષ ૨૦૧૫ માં એક નામાંકિત સમાચાર ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું, કે તેઓ તિરૂપતિ મંદિરેથી રોજના પાંચ ટ્રક વાળ ખરીદે છે. આ વાળની મદદથી એમની ફેક્ટરીમાં એમિનો એસિડ આધારિત માઈક્રો ન્યુટ્રિએન્ટ બનાવવામાં આવે છે. જેનો ખેતીમાં ઉપયોગ થાય છે.

એની એક બોટલની કિંમત લગભગ ૯૦૦ રૂપિયા હોય છે, જેને તેઓ ખેડૂતોને ૩૦૦ રૂપિયામાં આપે છે. દુબઇએ પણ એમને ૧૮૦ કન્ટેનર એમિનો એસિડનો ઓર્ડર આપ્યો છે, જેની પૂરતી તબક્કાવાર થઈ શકે છે. આ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહયું હતું, કે તૂટેલા વાળથી તૈયાર એમિનો એસિડથી એમને વર્ષનો ૧૨ થી ૧૫ કરોડ રૂપિયાનો નફો થાય છે, જ્યારે તેઓ એને ભાવો ભાવ જ વેચી દે છે.

નીચે આગળ જાણો પાકિસ્તાન કેટલા રૂપિયા વાળ થી કમાય છે અને ભારત કેટલા રૂપિયા કમાય છે. ગુજરાત નાં વાળ સારા છે કે મધ્ય પ્રદેશ ના?

ખરતા વાળની માંગ સૌથી વધારે :

ભારતમાં વાળના કરોબાર વિશે નમન જૈન જણાવે છે, કે કાંસકાથી ખરતા વાળને ટ્રાન્સપ્લાન્ટ કરવા અને એનાથી વિગ બનાવવાનું ખૂબ સહેલું છે. આથી આ વાળોનો કારોબાર શરૂ થયો. આ ખરતા વાળને સાફ કરી એક પ્રકારના કેમિકલમાં રાખવામાં આવે છે. પછી એને સીધા કરી અલગ અલગ ડિઝાઇનના વિગ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

ગુજરાતના વાળ સૌથી સારા, મધ્યપ્રદેશના રુક્ષ :

કોલકત્તાની એરિનરાઇસ ઈન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડના વ્યાપારી મિલોન કહે છે, કે મધ્યપ્રદેશથી હમણાં ૫ થી ૬% વાળ આવી રહ્યા છે. અહીંયાંના વાળની ક્વોલિટી એટલી બધી સારી નથી હોતી. આ વાળ રુક્ષ અને ઢીલા હોય છે. બજારમાં ગુજરાતના વાળની માંગ સૌથી વધારે હોય છે. અહીયાના વાળ મજબૂત અને ચમકદાર હોય છે.

૨૨૦ કરોડનો કારોબાર માત્ર તિરૂપતિ મંદિરથી :

વર્ષ ૨૦૧૪ માં તિરૂપતિ મંદિરથી જ ૨૨૦ કરોડ રૂપિયાના વાળનું વેચાણ થયું. દર વર્ષે આ આંકડો વધતો જાય છે. આધ્રપ્રદેશના તિરૂપતિ મંદિરમાં મુંડન કરાવવાની પરંપરા છે. અહીંયા ઘણી મોટી સંખ્યામાં મહિલાઓ મુંડન કરાવે છે. આથી મહિલાઓના વાળ માટે તિરૂપતિ પ્રમુખ સ્થાન છે.

વર્ષમાં થોડા મહિનાઓની જ સિઝન :

વાળના વેપાર માટે સૌથી સારી સિઝન નાતાલ પછી શરૂ થાય છે, જે એપ્રિલ થી મે મહિના સુધી ચાલે છે. હોળી અને લગ્નની મોસમમાં આ કારોબાર ખૂબ જામે છે. વરસાદમાં આ કારોબાર બંધ રહે છે, અને પછી ઓક્ટોબરમાં એટલે કે દિવાળીના સમયે શરૂ થાય છે

નાના પાયે આવી રીતે થઈ શરૂવાત :

જબલપુર શહેરના સિહોરા, મંડલા, ડિંડોરી અને શહડોલની આસપાસના વિસ્તારમાં ફેરિયાઓ કાંસકામાં ખરતા વાળ ખરીદતા હતા અને એ વાળ ત્યાંના મોટા સ્થાનિક વેપારીઓને વેંચતા હતા. આ વેપારિયો પછી કોલકત્તા, ચેન્નાઇ, અને આધ્રપ્રદેશમાં તેને વેચી આવતા. કોલકત્તાના વેપારી મોહમ્મદ હસન ઉજ્જમસ કહે છે, કે એમની પાસે મધ્યપ્રદેશ ઉપરાંત બિહાર અને રાજસ્થાનથી વાળ આવે છે. કોલકત્તાથી ૯૦% વાળ ચીન મોકલવામાં આવે છે. કુંડવારી નિવાસી રોશનીબાઈ કહે છે કે ફેરિયાઓ વાળના બદલામાં પિન, ફુગ્ગા, ચોકલેટ વગેરે આપી જાય છે. સુરત માં લગભગ 600 રૂપિયા નાં 100 ગ્રામ ભાવે બાઈઓ ઘરે બેઠા લઇ જાય છે.

વિદેશી વ્યાપારીઓની આવકથી વધતા બજારમાં મધ્યપ્રદેશમાં વિદેશી વ્યાપારીઓનું આવવાનું ઓછું છે. આથી અહીંયા વાળનો વેપાર એટલો વધારે થતો નથી. કોલકત્તા, ચેન્નાઇ, આંધ્રપ્રદેશ વિદેશી વેપારીઓનું ગઢ છે. ગુજરાતના વાળનો સપ્લાય વિદેશોમાં સૌથી વધારે થાય છે. વાળ વ્યાપારમાં સૌથી વધુ સક્રિય બંગાળનો મુસ્લિમ પરિવાર છે.

પાકિસ્તાને ૫ વર્ષમાં કમાયા ૧૧.૪૩ કરોડ રૂપિયા :

પાકિસ્તાની સંસદના નીચલા સદનમાં પહેલી વાર માનવના વાળની નિકાસની વાણીજીયક કિંમત વિશેની રિપોર્ટ બતાવવામાં આવી. પાકિસ્તાનના વાણીજ્ય મંત્રાલય તરફથી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે પાંચ વર્ષમાં એમણે માનવના વાળની નિકાસથી ૧.૬ મિલિયન યુએસ ડોલર (ભારતીય ચલણ મુજબ ૧૧,૪૩,૬૦,૦૦૦ રૂપિયા) નો વ્યાપાર કર્યો છે. પાકિસ્તાનથી માનવ વાળની ખરીદી કરવા વાળા દેશોમાં પ્રમુખ રૂપે ચીન, અમેરિકા(US) અને યુનાઇટેડ અરબ અમીરાત (UAE) સહિત દુનિયાના ઘણા દેશો સામેલ છે.

૫૮૦૦ કરોડ રૂપિયાથી વધારે છે વૈશ્વિક કારોબાર :

યુએસ અને જાપાન, પાકિસ્તાનથી પ્રીમિયમ ક્વોલિટીના મોટા ખરીદદાર છે. આ દેશો આ વાળનો ઉપયોગ પોતાના મનોરંજન ઉદ્યોગમાં કરે છે. તેમજ ચીનમાં કોસ્મેટિક ઉદ્યોગમાં વધારો થવાથી માનવના વાળની માંગ પણ ઝડપથી વધી રહી છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન દુનિયાભરમાં માનવના વાળની નિક્સનો કુલ કારોબાર આશરે ૫૮૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો.