તમારી રાશી ખોલે છે રહસ્ય, જાણો કયો છે તમારો ડર અને કઈ વાતથી લાગે છે ડર

માણસની રાશી તેના વિષેના ઘણા રહસ્ય ખોલે છે. તે તમારા જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રાશીને ક્યા પ્રકારના ડર લાગે છે. એટલે કે કઈ રાશીને કયો ડર છે. આવો જાણીએ.

મેષ :

મેષ રાશીને હંમેશા ચાલવાનું પસંદ હોય છે. તે એક જ જગ્યાએ વધુ સમય સુધી નથી બેસી શકતા. એક્ટીવ મેષ રાશી વાળાને બેસી રહેવા વાળો ડર સતાવતો રહે છે.

વૃષભ :

આ રાશીના લોકો પોતાને કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેમને આજુ બાજુની વસ્તુમાં ફેરફાર પસંદ નથી આવતો. આજે જ્યાં છે અને જેવા છે, પોતાની જાતને દરેક હાલતમાં પસંદ કરે છે. કોઈ પ્રકારના કોઈ પણ ફેરફાર તેમને ગમતા નથી. આ રાશીના લોકોને આજુ બાજુ થતા ફેરફારથી ડર લાગે છે.

મિથુન :

મિથુન રાશી વાળા લોકો નિર્ણય લેતી વખતે નર્વસ થવા લાગે છે. આ રાશીના લોકો નિર્ણય લેવામાં ગભરાય છે. પોતાના આ ડરને કારણે તે ચોક્કસ મુદ્દા ઉપર નિર્ણય લેવાથી પોતાને દુર રાખે છે.

કર્ક :

આ રાશીના લોકોને ઘરે રહેવું ગમે છે. ઘરે તે પોતાને સુરક્ષિત અનુભવ કરે છે. મિત્ર અને પરિવારમાં જ તેનો સંસાર હોય છે. તેના છુટા પડવાનો વિચાર તેને વિચલિત કરી દે છે. આ રાશી વાળાને સુરક્ષિત જગ્યા છોડવાનો ડર હોય છે.

સિંહ :

સિંહ રાશી વાળા લોકોને લાઈમલાઈટમાં રહેવાનું ગમે છે. આજુ બાજુના લોકો પાસેથી મહેનત માટે વખાણ મેળવ્યા પછી તે લાઈમલાઈટમાં રહે છે. પરંતુ કોઈ આ તેનાથી છીનવી લે તો દુ:ખી થઇ જાય છે. તેને ઇગ્નોર કરી દેવાનો ડર સતાવે છે.

કન્યા :

કન્યા રાશી વાળા લોકોને ઓર્ગેનાઈઝડ રહેવાનું ખુબ ગમે છે. તેને વિખરાયેલી વસ્તુ નથી ગમતી. તેને વિખરાયેલી વસ્તુથી ગભરાટ થવાનો ડર સતાવે છે.

તુલા :

તુલા રાશી વાળા લોકો હળી મળીને રહેવામાં વિશ્વાસ ધરાવે છે. તે લોકો રોમાન્ટિક હોય છે અને સંબંધો જાળવી રાખવા તેમને ગમે છે. તે લોકો એકલા થવાથી ડરે છે. આ લોકોને એકલા પડી જવાનો ડર સતાવે છે.

વૃશ્ચિક :

આ લોકો બીજાને હેરાન કરવાની કોઈ તક નથી છોડતા. આ રાશીના લોકો સેન્સેટીવ, ઈમોશનલ, ઈમાનદાર અને ઊંડી વિચારસરણી વાળા હોય છે. તેમાં હીન ભાવના પણ જલ્દી આવી જાય છે. તેમને પ્રેમમાં છેતરાવાનો ડર સતાવતો રહે છે.

ધનુ :
આ રાશીના લોકો નિયમને ફોલો કરવાનું પસંદ નથી કરતા. તેને રોજ એક જેવું કામ કરવાથી કંટાળો ચડે છે. તે લોકો એક જગ્યાએ વધુ સમય સુધી ટકી નથી શકતા. તેને એક જગ્યાએ બંધાઈ રહેવાનો ડર સતાવે છે.

મકર :

આ રાશીના લોકો દરેક ક્ષેત્રમાં પરફેક્ટ બનવા માંગે છે. તેમાં કોઈપણ પ્રકારની ખામી જેવું સરળતાથી જોવા નથી મળતુ. તેને જીવનમાં મળવાની નિષ્ફળતાનો ડર સતાવતો રહે છે.

કુંભ :

આ રાશીના લોકોને બંધાઈને રહી જવાનો ડર લાગી રહે છે. તેમને સ્વતંત્રતા ખુબ ગમે છે. તેમને કોઈ રોક ટોક ગમતી નથી. તેમને સ્વતંત્રતા છીનવાઈ જવા કે એક જગ્યાએ બંધાઈ રહેવાનો ડર સતાવે છે.

મીન :

મીન રાશી વાળા તમામ રાશીઓમાં સૌથી વધુ સેન્સેટીવ અને ઈમોશનલ હોય છે. તેમની દુનિયા પોતાના પુરતી જ વસેલી હોય છે. તેને દરેક સમયે કોઈ પોતાનાને ગુમાવવાનો ડર લાગી રહે છે. તેનાથી દુર થવાના વિચાર જ તેનામાં ગભરાટ ઉત્પન કરી ડે છે. તેને પોતાના ખોઈ બેસવાનો ડર સતાવતો રહે છે.