યુરિક એસીડ માટે રામબાણ 16 ઘરેલું ઉપાય, આજે જ કરો અને યુરિક એસિડની સમસ્યાને કહો બાયબાય

યુરિક એસિડથી છુટકારો મેળવવા માટે 16 સરળ ઘરેલું ઉપાય :

થોડા વર્ષો પહેલા સુધી યુરિક એસિડની તકલીફ ઓછા લોકોને થતી જોવા મળતી હતી. અને સૌથી મોટી વાત જે તેમાં જોવા મળતી હતી કે આ બીમારી પહેલા તો માત્ર મોટી ઉંમરવાળામાં જ જોવા મળતી હતી. અને બીજા નંબરમાં માત્ર ધનવાન, ભારે ભોજન કરવા વાળા, શારીરિક પરિશ્રમ ન કરવા વાળા અને આળસુ વારસાગત દોષો વાળાને થતી હતી.

પણ આજે આ બીમારી જૂની મર્યાદા તોડીને સમાજમાં દરેક વર્ગ, દરેક ઉંમર અને લગભગ બધાને થવા લાગેલ છે.

આ બીમારીની શરુઆતની અવસ્થામાં શરીર જકડાઈ જવાથી જોવા મળે છે. પછી નાના સાંધામાં દુ:ખાવો શરુ થાય છે. આળસ કરવાથી જયારે સાંધાની જગ્યાએ હાડકામાં અસર થવા લાગે છે તો ઈલાજ મુશ્કેલ થવો શરુ થઇ જાય છે.

એલોપેથીમાં તેના માટે ઉપયોગમાં લેવામાં આવતી ઔષધી શરીરમાં કીડની વગેરે અવયવો માટે ખુબ નુકશાનકારક હોય છે.

આ બીમારીમાં ગોઠણ, એડિયો અને પગની આંગળીઓ વગેરેમાં દુ:ખાવો થવાનું સૌથી મોટું કારણ યુરિક એસીડ વધવાનું છે.

આ બીમારીને ગઠીયા કે ગાઉટ (Gout) પણ કહે છે.

આ બીમારીનો ઉપચાર શરૂઆતમાં જ યોગ્ય સમયે ન કરવામાં આવે, તો દર્દીનું ન માત્ર ઉઠવા બેસવાનું કે ચાલવા ફરવાનું પણ તકલીફવાળું તો થઇ જ જાય છે. પણ સમય વીતી જવાથી આ રોગ મૂળ નાખી જઈને અસાધ્ય પણ થઇ જાય છે.

આમ તો આ તકલીફથી ૪૦ વર્ષથી ઉપરની ઉંમરના મોટાભાગના લોકો પીડિત થતા જોવા મળે છે. પણ એક વાત પણ એકદમ સત્ય છે, જો ખાવા પીવાની બાબતમાં જો કુદરતી આરોગ્ય નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે, અને તેનું પાલન ન કરવામાં આવે તો આ બીમારી ૪૦ વર્ષની ઉંમર પહેલા પણ કોઈપણ ઉંમરમાં થઇ શકે છે.

એટલા માટે તમારે તમારા રોજના ભોજનમાં એવું ભોજન કરવું જોઈએ જેનાથી શરીરમાં પાચન દરમિયાન જરૂર કરતા વધુ યુરીન ન બને. કેમ કે યુરીનના તૂટતા જવાને કારણે શરીરમાં યુરિક એસીડ બને છે.

તે વાત પણ જગ જાહેર છે, કે જે લોહી કીડની પાસે પહોચે છે તે લીહીમાંના નકામા અને ખોટા તત્વોને ગાળીને આપણી કીડની તેને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. પણ જયારે કોઈ ખોટા આચરણોને લીધે યુરીન તૂટીને ટુકડાના સ્વરૂપમાં લોહી સાથે કીડની પાસે પહોચી જાય છે, ત્યારે આપણા શરીરમાં રહેલ કીડની તેને લોહીમાંથી ગાળીને પેશાબના રૂપમાં શરીરમાંથી બહાર કાઢી શકતી નથી અને આ ટુકડા શરીરની અંદર ક્રિસ્ટલના સ્વરૂપમાં જમાં થવા લાગે છે.

શરીરમાં તેનું લેવલ વધવાથી તે તકલીફનું કારણ બની જાય છે. અને ત્યાર પછી સાંધાના દુ:ખાવા શરુ થઇ જાય છે. ગોઠણ, એડીઓ અને પગની આંગળીઓમાં દુ:ખાવો થવા લાગે છે.

આપણામાંથી મોટાભાગના લોકોને આ બીમારીના લક્ષણની જ ખબર નથી હોતી. મોટાપાને લીધે શરીરમાં યુરીન જલ્દી તૂટે છે, જેથી યુરિક એસીડ વધુ બનવા લાગે છે. તેથી પોતાનું વજન વધવા ન દો. વજન ઓછું કરવા માટે ડાયટીંગ ન કરીને યોગ્ય અને શુદ્ધ ભોજન કરો.

પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન બંધ કરવું જરૂરી હોય છે. સાગ, પાલક જેવા પદાર્થો પણ ન લેવા જોઈએ. વિટામીન સી થી ભરપુર પદાર્થ ખાવ. તે ઉપરાંત તમે આ નીચે જણાવેલ 16 એવા ઘરેલું ઉપાય છે, જે અપનાવીને આ બીમારીથી ખુબ સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

યુરિક એસિડના 16 ઘરેલું ઉપાય :

(૧) ૧ ચમચી અશ્વગંધા પાવડરમાં ૧ ચમચી મધ ભેળવીને ૧ ગ્લાસ હુફાળા દૂધ સાથે પીવો.

(૨) રોજ રાત્રે સુતા પહેલા ૩ અખરોટ ખાવ.

(૩) કુવારપાઠુંના જ્યુસમાં આંબળાનો રસ ભેળવીને પીવાથી પણ આરામ મળે છે.

(૪) નારીયેલ પાણી રોજ પીવો.

(૫) ભોજન કર્યા પછી અડધો કલાક પછી ૧ ચમચી અળસીના બીજ ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

(૬) બથુઆનું જ્યુસ ખાલી પેટે પીવો. બે કલાક સુધી કાંઈજ ખાવું પીવું નહિ.

(૭) અજમો પણ શરીરમાં હાઈ યુરિક એસીડને ઓછું કરવા માટે સારી દવા છે. તેથી ભોજન રાંધવામાં અજમાનો ઉપયોગ કરો.

(8) દરરોજ બે ચમચી એપલ સાઇડર વિનેગર ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને દિવસમાં ૩ વખત પીવો. ફાયદો થશે.

(9) સફરજન, ગાજર અને બીટનું જ્યુસ દરરોજ પીવાથી શરીરનું pH લેવલ વધે છે, અને યુરિક એસીડ ઓછું થાય છે.

(૧૦) એક ચમચી આકારનું કાચું પપૈયું લો. તેને કાપીને નાના નાના ટુકડા કરી લો. બિજ ને દુર કરો. કાપેલા પપૈયાને ૨ લીટર પાણીમાં ૫ મિનીટ માટે ઉકાળો. આ ઉકળેલા પાણીને ઠંડુ કરીને ગાળી લો અને તેને ડીસમાં ચા ની જેમ ૨ થી ૩ વખત પીવો.

(11) લીંબુ પાણી પીવો. તે શરીરને ડીટોકસીફાઈ કરે છે અને ક્રિસ્ટલને ઓગાળીને બહાર કાઢી નાખે છે.

(૧૨) કુકિંગ માટે તલ, સરસીયુ કે ઓલીવ ઓઈલનો ઉપયોગ કરો. હાઈ ફાઈબર ડાયટ લો.

(13) જો દુધીની સીઝન છે તો સવારે ખાલી પેટ દુધી (ધીયા દુધી) નું જ્યુસ કાઢીને, એક ગ્લાસ જ્યુસમાં ૫-૫ પાંદડા તુલસી અને ફુદીનો પણ નાખી દો. હવે તેમાં થોડુ સિંધવ મીઠું ભેળવી દો. અને તેને નિયમિત પીવો ઓછામાં ઓછું ૩૦ થી ૯૦ દિવસ સુધી.

(૧૪) રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ પાણીમાં અર્જુનની છાલનું એક ચમચી ચૂર્ણ, અને તજ પાવડર અડધી ચમચી નાખીને ચા ની જેમ ઉકાળો અને થોડું પાક્યા પછી ગાળીને નીચોવીને પી લો. તે પણ ૩૦ થી ૯૦ દિવસ સુધી કરો.

(૧૫) ચોબચીનીનું ચૂર્ણની અડધી અડધી ચમચી સવારે ખાલી પેટ, અને રાત્રે સુતી વખતે પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં યુરિક એસીડ દુર થઇ જાય છે.

(16)દિવસમાં ઓછામાં ઓછું ૩-૫ લીટર પાણીનું સેવન કરો. પાણીના જરૂરી પ્રમાણથી શરીરનું યુરિક એસીડ પેશાબના રસ્તે બહાર નીકળી જાય છે. તેથી થોડી થોડી વારે પાણી જરૂર પિતા રહો.

યુરિક એસિડની પરેજી :

દહીં, ચોખા, અથાણું, હાઈ ફૂડસ, દાળ અને પાલક બંધ કરી દો.

ઓમેગા ૩ ફેટી એસીડનું સેવન ન કરો.

પેનકેક, કેક, પેસ્ટ્રી જેવી વસ્તુઓ ન ખાવ.

ડબ્બા બંધ ખાવાથી દુર રહો.

દારૂ અને બીયરની પરેજી રાખો.

રાત્રે સુતી વખતે દૂધ કે દાળનું સેવન ખુબ નુકશાનકારક છે. જો દાળ ખાવ છો તો તે ફોતરા વાળી દાળ ખાવી (ઓગળેલ દાળ). યુરિક એસીડની તકલીફ માટે સૌથી મોટી વાત ખાવાનું ખાતી વખતે પાણી ન પીવું, પાણી ખાવના દોઢ કલાક પાહેલા કે પછી જ પીવું જોઈએ.

ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા, પેકેટ્સ ફૂડ, ઈંડા, માંસ, મચ્છી, દારુ અને ધ્રુમપાન એકદમ બંધ કરી દો. તેનાથી તમારી યુરિક એસિડની તકલીફ, હ્રદયની કોઈ તકલીફ, સાંધાનો દુ:ખાવો, હાઈ બ્લડ પ્રેશરની તકલીફમાં ખુબ આરામ થશે.

યુરિક એસીડ માટે બીજા લેખ વાંચવા ક્લિક કરો >>>>  આ પોસ્ટ યુરિક એસીડના દર્દીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. રામબાણ ઘરેલું સારવાર

યુરિક એસીડ માટે બીજા લેખ વાંચવા ક્લિક કરો >>>> જાણો શરીરમાં યુરિક એસિડ વધવાના લક્ષણો અને તેના સરળ અને ઘરેલું ઉપાય

યુરિક એસીડ માટે બીજા લેખ વાંચવા ક્લિક કરો >>>> આ છોડ ગઠીયા, યુરિક એસીડ અને લીવર માટે કોઈ વરદાનથી ઓછું નથી જાણો આના અનેક ઉપયોગ