યુવાન દીકરાના સ્વર્ગવાસથી ભાવુક થયા પિતા, તેરમાં ઉપર લોકોને વહેચી હેલ્મેટ, કારણ આંખો ભીની કરી દેશે

બાઈક ચલાવતી વખતે માથા ઉપર હેલ્મેટ પહેરવી ઘણી જરૂરી હોય છે, તેવી જ્ઞાનની વાતો તમે ઘણી વખત સાંભળી હશે. આપણે તે વસ્તુને માનીએ પણ છીએ. પરંતુ રીયલ લાઈફમાં તેને અપનાવે છે ખુબ ઓછા લોકો. અકસ્માત વિભાગ પણ આ વસ્તુને લઈને ઘણા પ્રકારની જાહેરાત કરે છે અને લોકો વચ્ચે જાગૃતતા ફેલાવે છે. હેલ્મેટ ન પહેરવાથી દંડ પણ કરવામાં આવે છે.

આમ તો લોકો તેમ છતાં પણ હેલ્મેટ નથી પહેરતા. ગણ્યા ગાંઠ્યા લોકો તો હેલ્મેટ પહેરે પણ છે એ પણ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસથી બચવા માટે, પરંતુ પછી બીજી જગ્યા ઉપર જ્યાં પોલીસ ન હોય ત્યાં હેલ્મેટ ઉતારી દે છે. આમ તો ઘણી વખત હેલ્મેટ ન પહેરવાની કિંમત તમારે તમારો જીવ આપીને ચૂકવવી પડે છે.

મધ્યપ્રદેશના દમોહ જીલ્લાના તેજગઢમાં રહેતા વિભાંશુ દીક્ષિત ઉર્ફ લકીને પણ આ ભૂલ ભારે પડી ગઈ. ૨૦ નવેમ્બરના રોજ લક્કી હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો હતો, તે દરમિયાન તેની ટક્કર એક ભેંસ સાથે થઇ ગઈ અને તે પુલથી નીચે પડ્યો. નીચે પડી જવાને કારણે જ લક્કીનો જીવ જતો રહ્યો. જો તેણે હેલ્મેટ પહેરી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત. લક્કીના માતા પિતા મહેન્દ્ર અને જ્યોતિ દીક્ષિતનું પણ એવું માનવું છે.

તેમને પણ એ વાતનું દુઃખ છે કે જો તે દિવસે તેમના દીકરોએ  હેલ્મેટ પહેરી હોત તો આજે અમારી વચ્ચે જીવતો હોત તેવામાં જયારે લક્કીનું અવસાન પછી મંગળવારે તેનું તેરમું થયું ત્યારે પિતાએ લોકોને હેલ્મેટ પ્રત્યે જાગૃત કરવાનું નક્કી કરી લીધું, જેથી બીજા કોઈના દીકરા માત્ર હેલ્મેટના કારણથી પોતાનો જીવ ન ગુમાવી બેસે, મહેન્દ્ર દીક્ષિતે એટલા માટે દીકરાના તેરમાં ઉપર આવેલા લોકોને હેલ્મેટ વહેચી.

તેની સાથે જ તેમણે લોકોને એ વાતની વિનંતી કરી કે તે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરે. ત્યાં લક્કીના તેરમા માં આવેલા તમામ લોકોએ મહેન્દ્રજીની આ પહેલની પ્રસંશા કરી. એક દીકરાને ગુમાવવાનું સૌથી વધુ દુઃખ પિતાને જ થાય છે. તેવામાં દુઃખી સમયમાં પણ તેમણે લોકો વચ્ચે હેલ્મેટને લઈને જાગૃતતા ફેલાવવાનું વિચાર્યું. તે તેમની રીતે ઘણી મોટી વાત છે.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર જયારે લોકોને આ વાતની જાણ થઇ ત્યારે લોકોએ તેમની ઘણી પ્રસંશા કરી, હેલ્મેટ આપણા રક્ષણ માટે જ હોય છે, તે વાત ગાંઠ બાંધીને મગજમાં ઉતારી લો. તમે હેલ્મેટ માત્ર એટલા માટે ન પહેરો કે દંડ ન ચૂકવવો પડે, પરંતુ તેણે એટલા માટે પહેરો કે તેનાથી તમારા જીવના રક્ષણના ચાન્સ વધી જાય છે.

અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા માંથી પણ કોઈ એવું નહિ ઇચ્છતું હોય કે માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે જ તમે તમારો જીવ ગુમાવી બેસો. ત્યાર પછી વિચારો તમારા કુટુંબનું શું થશે. એટલા માટે તમારા માટે નહિ પરંતુ તમારા કુટુંબ માટે તો હેલ્મેટ જરૂર પહેરો. તે જવાબદારી તમારે પોતે સમજવી જોઈએ. તેમાં ફાયદો તમને જ છે. તેના માટે તમને ફોર્સ કરવાની જરૂર ન હોવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.