યુવરાજ સિંહની પત્નીએ વ્યકત કર્યુ પોતાનું દુઃખ, કહ્યું – પાતળી દેખાવા માટે મેં પોતાની સાથે…

આજકાલ દરેક જગ્યાએ #10YearChallenge ટ્રેન્ડમાં છે. આ #10YearChallenge માં દરેક પોતાના ૧૦ વર્ષ પહેલાનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે, અને તેની આજના ફોટા સાથે સરખામણી કરી રહ્યા છે. પોતાના ફોટા દ્વારા લોકો એ દેખાડી રહ્યા છે કે છેલ્લા દશ વર્ષોમાં તેમનામાં કેટલો ફેરફાર આવ્યો છે. આજકાલ આ ચેલેન્જ ટ્રેન્ડીંગમાં છે. અને સામાન્ય માણસની સાથે સાથે બોલીવુડ સેલેબ્સ પણ #10YearChallenge માં વધી વધીને ભાગ લઇ રહ્યા છે. તે પોતાના ૨૦૦૯ અને ૨૦૧૯ ના ફોટા શેર કરી રહ્યા છે.

ઈશા ગુપ્તા, મલાઈકા અરોડા, કરણ જોહર, દિયા મિર્ઝા, સાગરિકા ઘટકે, રાજકુમાર રાવ, ડેઝી શાહ અને બીજા ઘણા એવા કલાકારો છે, જેમણે પોતાના ફોટા પોસ્ટ કર્યા છે. તેમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચએ પણ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. તેમણે આજના ફોટા સાથે ૧૦ વર્ષ જુના ફોટાને મર્જ કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર નાખ્યો છે. ફોટો શેર કરતા તેમણે દિલનું દર્દ પણ રજુ કર્યુ છે. તેમણે જણાવ્યું કે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં તે ડીપ્રેશનમાં જતી રહી હતી.

પાતળી રહેવાની રહેતી હતી ઈચ્છા :

હેઝલએ જણાવ્યું કે કેવી રીતે તે પોતાને સ્લીમ દેખાડવામાં આખો આખો દિવસ ભૂખી રહેતી હતી. તેમણે પોતાના ડીપ્રેશનની ચર્ચા કરતા લખ્યું, કે સ્લીમ દેખાવાના ચક્કરમાં કેવી રીતે આખો દિવસ ભૂખી રહેતી હતી. પોતાના વાળને ડાય કરી ખુલ્લા રાખતી હતી જેથી ખુલ્લા વાળમાં લોકો સામે ફીટ દેખાઈ શકું. આગળ તેમણે કહ્યું, કે હું લોકોને હંમેશા હસીને મળતી હતી અને વાતો કરતી હતી. પોતાના હાસ્ય પાછળ હું મારી તકલીફો અને દુ:ખ દર્દને છુપાવીને રાખતી હતી.

સાથે જ જોક પણ કરતી હતી જેથી કોઈને મારી આ તકલીફની ખબર ન પડી શકે. આજે હું ઘણા કોન્ફીડેન્સ સાથે સૌને એ વાર્તા જણાવી રહી છું. હવે મને ફરક નથી પડતો કે લોકો મારા વિષે શું વિચારશે. હવે હું મારા નાના વાળ સાથે ખુશ છું. હું ખુશ છું મને કોઈ કપડામાં ફીટ નથી થવું પડતું. હું હવે ખુશ રહું છું. મેં ક્યારે પણ વિચાર્યુ નથી કે હું આવી રીતે ખુશ રહીશ અને હેલ્દી જીવનની સાથે એક પીસફૂલ જીવન જીવીશ. ૧૦ વર્ષ જેણે પણ શરુ કર્યા તેને મારા અભિનંદન.

૨૦૧૬ માં થયા હતા લગ્ન :

હેઝલ કીચ અને યુવરાજ સિંહના લગ્ન ૩૦ નવેમ્બર ૨૦૧૬ ના રોજ જાલંધરમાં થયા હતા. હેઝલ ફિલ્મ ‘બોડીગાર્ડ’ થી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરની ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર પછી તે રીયાલીટી શો બીગબોસમાં ખાસ કરીને કંટેસ્ટંટ તરીકે પણ જોવા મળી. હેઝલ કીચ ભારતીય મૂળની બ્રિટીશ મોડલ છે. લગ્ન પછી તેનું નામ બદલીને ગુરબસંત કોર રાખવામાં આવ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

અમારા સૌ વાચક મિત્રોને ૨૬મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિન્દ.