બોલીવુડ છોડવા પર યુવરાજ સિંહની પત્ની હેઝલે તોડ્યું મૌન, કહ્યું ‘વારંવાર સમજાવવું પડતું હતું કે….’

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે ટોલીવુડથી લઈને બોલીવુડ સુધીની ફિલ્મોમાં જબરજસ્ત એક્ટિંગ કરી, પણ પછી અચાનક જ એણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી. જી હાં, યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે લગ્ન પછી ઇન્ડસ્ટ્રીને છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ એકવાર ફરીથી એના ફિલ્મોમાં પાછા આવવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, પણ આ દરમ્યાન જ એમનું એક ઇન્ટરવ્યૂ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

આ ઇન્ટરવ્યૂમાં હેઝલ કીચે પોતાના બોલીવુડ કરિયર પર વાત કરતા એને છોડવાના કારણ વિષે ખુલાસો કર્યો છે, જેનાથી એના ફેન્સ ચોંકી ગયા છે.

યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા પછી હેઝલ કીચે બોલીવુડમાંથી અચાનક જ વિદાય લઇ લીધી હતી, જેના કારણે એમના ફેન્સ ઘણા વધારે પરેશાન થઈ ગયા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી હવે જઈને હેઝલ કીચે ઇન્ડસ્ટ્રી છોડવાના કારણનો ખુલાસો કર્યો છે. એ પછી એમના ફેન્સની આંખો પહોળી થઈ ગઈ.

જણાવી દઈએ કે, જયારે હેઝલ કીચે યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા પછી ઈન્ડસ્ટ્રી છોડી હતી, તો લોકોને લાગ્યું હતું કે એમણે લગ્નને કારણે બોલીવુડ છોડવાનો નિર્ણય લીધો હશે. પણ હવે તો કંઈક અલગ જ કારણ સામે આવી રહ્યું છે.

કંટાળી ગઈ હતી – હેઝલ કીચ :

યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે એક ઇન્ટરવ્યૂમાં બોલીવુડ છોડવા પાછળના કારણ પર વાત કરતા કહ્યું હતું કે, મારા માટે બોલીવુડ પરેશાની બની ગયું હતું, જેના કારણે મેં બોલીવુડ છોડવાનો નિર્ણય લીધો. હેઝલ કીચે આગળ કહ્યું કે, હું બ્રિટિશ પિતા સાથે હિંદુ પરિવારમાં મોટી થઈ છું, જેના કારણે મારે વારંવાર લોકોને સમજાવવું પડતું હતું કે, હું એક ભારતીય છું. હકીકતમાં, મારી બોલી અને ભાષા બ્રિટિશિયન જેવી લાગે છે, એવામાં મને ઘણી સમસ્યા થઈ.

સમય બદલાય ગયો – હેઝલ કીચ :

હેઝલ કીચે પોતાની વાત જણાવતા કહ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં બોલીવુડમાં મોટા પરિવર્તન જોવા મળ્યા છે. હવે અભિનેત્રીઓને ક્લાસિકલ ડાન્સ અથવા હિંદી બોલતા આવડવું જરૂરી નથી. સાથે જ એનું ભારતીય હોવું પણ જરૂરી નથી, કારણ કે આ દિવસોમાં ઘણી વિદેશી હીરોઇનો બોલીવુડમાં પોતાનું કરિયર બનાવી ચુકી છે, અને ઘણું નામ કમાઈ ચુકી છે. પણ પહેલા એવું ન હતું, એ કારણે બોલીવુડ મારા માટે માથાનો દુઃખાવો બની ગયો હતું, અને મેં બોલીવુડ છોડવાનો નિર્ણય કરી લીધો.

છેલ્લી વખત 2012 માં ફિલ્મોમાં દેખાઈ હતી :

કરીના કપૂર અને સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં હેઝલ કીચે પણ અભિનય કર્યો હતો, એ પછી તે ફિલ્મોમાં દેખાઈ નથી. જો કે એમણે બોલીવુડને સત્તાવાર રીતે યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા પછી છોડ્યું હતું. અને એમને ફિલ્મોમાં અભિનય કર્યાને 7 વર્ષ થઈ ગયા છે, જેના કારણે હવે તે ફરીથી ફિલ્મોમાં આવવાનો વિચાર કરી રહી છે. સમાચારોનું માનીએ તો હેઝલ કીચ આમિર ખાનની દીકરી ઈરા ખાનના નાટકમાં અભિનય કરી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.