ઝરીન ખાનની કારનું એક્સીડેન્ટ પછી બાઈક સવારનું મૃત્યુ.

આજકાલના સમયમાં રોડ ઉપર વાહનોની સંખ્યા ઘણી વધી ગઈ છે. તમે કોઈપણ રોડ જોઈ લો ટ્રાફિકની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે, કે ત્યાંથી પસાર થવું ઘણું મુશ્કેલ બની જાય છે. જેના કારણે પદુષણ પણ ખુબ મોટા પ્રમાણ માં ફેલાય છે, જેના કારણે આપણા આરોગ્ય ઉપર તેની ઘણી જ ખરાબ અસર પડે છે. આ ટ્રાફિકને કારણે અકસ્માતો પણ એટલા જ મોટા પ્રમાણમાં વધી જવા પામ્યા છે. આવા જ એક રોડ અકસ્માત વિષેનો એક કિસ્સો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ઝરીન ખાનની કારથી થઈ ગોવામાં મોટી દુર્ઘટના, બાઈક ચાલકનું ઝરીન ખાનની કાર સાથે અથડાયા પછી મૃત્યુ.

બોલીવુડ હિરોઈન ઝરીન ખાનની કારથી ગોવામાં એક મોટી દુર્ઘટના થઇ ગઈ. એક બાઈક ચાલક ઝરીન ખાનની કાર સાથે અથડાઈ ગયો, ત્યાર પછી ઝરીન અને તેની ટીમે ઈજા પામેલા બાઈક ચાલકને હોસ્પિટલ પહોચાડ્યો, પરંતુ ડોક્ટર્સ તેને બચાવી ન શક્યા.

રીપોર્ટ મુજબ, બાઈક ચાલકનું મૃત્યુ થઇ ગયું. સુત્રોના જણાવ્યા મુજબ બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યુ ન હતું. કાર સાથે બાઈકના અથડાયા પછી ચાલકનું માથું ડિવાઈડર સાથે અથડાઈ ગયું હતું, જેથી ગંભીર ઈજા થઇ હતી.

તે ઉપરાંત ઝરીન ખાન હાલના દિવસોમાં એક બીજા કારણથી ચર્ચામાં છે. ઝરીનએ પોતાના જુના મેનેજર અંજલિ આસ્થા વિરુદ્ધ FIR નોંધાવી છે. ઝરીન ખાનએ મેનેજર ઉપર કાયદેસર ખરાબ વ્યવહારનો આરોપ લગાવ્યો છે. FIR નોંધાવ્યા પછી તપાસ ચાલી રહી છે.

ખાસ કરીને પૈસાને લઈને ઝરીનનો પોતાના મેનેજર સાથે વિવાદ થયો. તે દરમિયાન મેનેજરએ ઝરીનને વેશ્યા કહીને બોલાવી. પસાર થયેલી રાત્રે ઝરીન ખાન પોતાના વકીલ સાથે ખર પોલીસ સ્ટેશન પહોંચી અને IPC ની કલમ ૫૦૯ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી. અંજલિ લગભગ ૩-૪ વર્ષ સુધી ઝરીન ખાનના મેનેજર રહ્યા છે. બન્નેની મોબાઈલ મેસેજ દ્વારા વાત થઇ. જેમાં અંજલિએ અપમાન જનક ભાષાનો ઉપયોગ કર્યો. તે દરમિયાન તેમણે ઝરીનને વેશ્યા સુધી કહી દીધું. ત્યાંથી વાત બગડી હતી.

કોણ છે ઝરીન ખાન :

આ અભિનેત્રીએ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ૨૦૧૦ માં ‘વીર’ ફિલ્મ દ્વારા પોતાના બોલીવુડ કેરિયરની શરુઆત કરી હતી. સલમાન સાથે ઝરીન સારી બોન્ડીંગ શેર કરે છે. તે સાજીદ નડીયાદ વાળાની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફૂલ ૨ માં પણ જોવા મળી ચુકી છે. ઝરીન, હિન્દી ઉપરાંત તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.