ઝીનત અમાને કર્યા હતા ત્રણ લગ્ન, ત્રણે રહ્યા નિષ્ફળ, પહેલા પતિ કરતા હતા આવું ગંદુ કામ.

ફિલ્મોમાં હિટ પણ અસલ જીવનમાં ફ્લોપ રહ્યા ઝીનત અમાનના લગ્ન, લવ મેરેજ કર્યા છતાં પણ છૂટાછેડા થયા.

ઝીનત અમાન 70 અને 80 ના દશકની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં ગણવામાં આવતી હતી. ઝીનત પોતાના સમયમાં ઘણા લોકોની ડ્રીમ ગર્લ હતી. તેમની સુંદરતાના લોકો દીવાના હતા. આ અભિનેત્રીએ પોતાની કારકિર્દીમાં હરે રામ હરે કૃષ્ણા, સત્યમ શિવમ સુંદરમ, લાવારીશ, ડોન, કુરબાની, ધ ગ્રેટ ગેમ્બ લર, દોસ્તાના, યાદો કી બારાત, મહાન અને પુકાર સાહિત બોલીવુડની ઘણી ઉત્તમ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

ઝીનત અમાન (Zeenat Aman) ની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી રહી તેનાથી ઉલટું તેમનું અંગત જીવન હંમેશા વિવાદોમાં રહ્યું. ઝીનતે પહેલાથી પરણિત એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યા હતા, ત્યાર પછી તે સમાચારોમાં આવી હતી.

પરણિત એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કરવાનો નિર્ણય તેના માટે ખોટો સાબિત થયો. લગ્ન પછી તેમણે મા રઝૂ ડ પણ પણ સહન કરવી પડી. મઝહર ખાન વિષે વાત કરીએ તો તેમણે 70 ના દશકમાં ઘણી બોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પણ મઝહર ફિલ્મોથી વધુ પોતાના લગ્નને લઈને સમાચારોમાં રહેતા હતા. મઝહરના અફેયર જયારે ઝીનત અમાન સાથે ચાલી રહ્યા હતા તો તે સમયે તે ઘણો ચર્ચાનો વિષય બન્યા હતા.

ફિલ્મ ‘શાન’ દરમિયાન થયેલી તેમની મુલાકાત અચાનક જ પ્રેમમાં બદલાઈ ગઈ. તેથી મઝહરના લગ્ન તે સમયની સૌથી મોટી અભિનેત્રી ઝીનત અમાન સાથે થયા.

ઝીનત અમાન પણ મઝહરના પ્રેમમાં એટલી હદે પાગલ હતી કે તેમણે પોતાના ઘરવાળાની વિરુધ જઈને લગ્ન કરી લીધા. પણ લગ્ન પછી ઝીનતના જીવનમાં તે તોફાન આવ્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મઝહર સાથે લગ્ન પછી ઝીનતનું જીવન એકદમ બદલાઈ ગયું હતું. ઝીનતના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જયારે તે પોતાના લગ્નથી કંટાળી ગઈ હતી.

અવાર નવાર બંને વચ્ચે ઝગડા વધવા લાગ્યા. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે, મઝહર ઝીનત સાથે મા રઝૂ ડ પણ કરવા લાગ્યા. આ બંનેને બે બાળકો (અઝાન અને જહાન) પણ થયા પણ મઝહરના વ્યવહારમાં કોઈ પરિવર્તન ન આવ્યું.

લગ્ન પછી મઝહર ઈચ્છતા હતા કે ઝીનત અભિનય છોડી ઘર સંભાળે પણ ઝીનતે તેની સ્પષ્ટ ના કહી દીધી. તે દરમિયાન ઝીનત સતત પોતાના પતિના વર્તનથી દુઃખી થઇ રહી હતી. તે એક મોટું કારણ બન્યું હતું કે, લગ્નના થોડા વર્ષો પછી ઝીનત અને મઝહરના સંબધ છૂટાછેડા સુધી પહોંચી ગયા હતા. તેથી ઝીનતે પતિની મનમાનીથી કંટાળીને તેમણે અલગ થવાનો નિર્ણય લઇ લીધો.

12 વર્ષના લગ્નજીવન દરમિયાન ઘણું બધું સહન કર્યા પછી અને દરરોજની મા રઝૂ ડથી કંટાળીને ઝીનતે મઝહર સાથે છૂટાછેડા લઇ લેવાનું નક્કી કરી લીધું. પણ છૂટાછેડા થાય તે પહેલા ઝીનતના પતિ દુનિયાને છોડી જતા રહ્યા.

જુના જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી ઝીનતે સંજય ખાન સાથે પણ લગ્ન કર્યા હતા. ઝીનત અને સંજયના અફેયર જે સમયે શરુ થયા તે સમયે સંજયને ત્રણ બાળકો હતા. તે બંને એ વર્ષ 1978 માં જેસલમેર જઈને લગ્ન કર્યા હતા. તેમના લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા હતા. અભિનેત્રી એ સંજય ઉપર આરોપ લગાવ્યો હતો કે, તેમણે પોતાની પહેલી પત્ની સામે તેમની ઉપર હાથ ઉ પાડ્યો. ઝીનતે 63 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત લગ્ન કર્યા હતા, તેના એ લગ્ન પણ નિષ્ફળ રહ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.