ભૌતિકશાસ્ત્રની પરીક્ષામાં આ મહિલાને મળ્યા ‘ઝીરો’ ગુણ, ગુગલના સીઇઓએ કર્યા વખાણ

સામાન્ય રીતે કોઈ પરીક્ષા કે પેપરમાં ઓછા માર્કસ આવવા પર લોકો બાળકો પર ગુસ્સે થાય છે. પરંતુ આ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે, જે ઝીરો માર્ક્સ આવવા પર પણ બાળકોના વખાણ કરે છે. એવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે, જેમાં ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ ક્વોન્ટમ ફિઝીક્સમાં ઝીરો માર્ક્સ લાવવા વાળી એક મહિલાના વખાણ કર્યા છે. આવો જાણીએ તેનું કારણ.

મહિલાના ટ્વિટની કરી પીચાઈએ વખાણ :

વાત એ છે કે, સરાફીના નેંસ નામની એક મહિલાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, 4 વર્ષ પહેલા મને ક્વોન્ટમ ફિઝીક્સની પરીક્ષામાં 0 મળ્યા હતા. હું પોતાના પ્રોફેસરને એ બીકના સાથે મળી હતી કે, મારે પોતાનો મુખ્ય વિષય બદલવો પડશે અને ફિઝીક્સને અલવિદા કહેવું પડશે. પણ આજે હું એક ટોપ લેવલની એસ્ટ્રોફીઝીક્સ પીએચડી પ્રોગ્રામનો ભાગ છું, અને 2 પેપર પ્રકાશિત કરી ચુકી છું. STEM બધા માટે કઠિન છે, ગ્રેડનો અર્થ એ નથી કે તમે આને કરવામાં સક્ષમ નથી.

સુંદર પીચાઈએ વખાણમાં શું કહ્યું ?

સરાફીના નેંસના આ ટ્વીટ પર રિપ્લાઈ કરતા સુંદર પીચાઈએ જણાવ્યું કે, ‘સાચું કહ્યું, આ પ્રેરણાદાયક છે.’ પીચાઈની આ ટ્વીટ પછી મહિલાએ તેમનો આભાર માન્યો. સરાફીનાએ 21 નવેમ્બરે 3:49 વાગ્યે ટ્વીટ કરી હતી. અને એમની આ ટ્વીટને 17 હજાર લોકે રીટ્વીટ કરી ચુક્યા છે, અને 88.4 હજાર લોકો લાઈક કરી ચુક્યા છે. સરાફીનાની આ સ્ટોરીના સોસીયલ મીડિયા પર ખુબ વખાણ થઈ રહ્યા છે.

એટલે મિત્રો, આ દુનિયામાં અશક્ય કાંઈ નથી. જો તમે ઈમાનદારીથી મહેનત કરો અને ચતુરાઈ પૂર્વક તમારો 100 ટકા પુરુષાર્થ લગાવો તો તમે સફળ થઈ શકો છો. જો એવરેસ્ટ પર ચઢવાવાળાએ એવું વિચાર્યું હોત કે આ વસ્તુ શક્ય નથી તો તે કયારેય ત્યાં પહોંચી ન શક્યો હોત. તેમણે દૃઢ નિશ્વય કર્યો અને પોતાની આવડત અને કૌશલ્ય સાથે હિંમત પૂર્વક આગળ વધ્યા અને લોકોને અશક્ય લાગતું કામ કરીને દેખાડ્યું. એમનાથી પ્રેરિત થઈને બીજા કેટલાય લોકો આ કામ કરી શકયા. તો આપણે પણ આપણા ક્ષેત્રમાં સફળ થઈ શકીએ છીએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.