ઓફીસ કે વર્ક કરતા આખો દિવસ કામ કરવાથી ઘણા લોકો થાક અને નબળાઈ અનુભવે છે. તેની હેલ્થ પર પણ ખરાબ અસર પડી શકે છે. પણ જો દિવસમાં આપણે જ્યાં પણ હોઈએ ત્યાં 20 મિનિટનું એક ઝોકું લઈ લઈએ તો તેનાથી શરીર ને અનેક પ્રકારના ફાયદા મળી શકે છે. હોર્મોન ડિસીઝના એક્સપર્ટ જણાવી રહ્યા છે દિવસમાં 20 મિનિટનું એક ઝોકું લેવાથી થતા 7 અદભુત ફાયદા વિશે. પણ અમે તમને પહેલા જ કહી દઈએ કે આનાથી સારું છે કે તમે ફક્ત ૨૦ મિનીટ માટે આપણા વૈદિક જ્ઞાન માં કહેવાયેલ વામકુક્ષી કરી લેવું મુસલમાન ધર્મ માં પણ આની ખુબ અગત્યતા કહેવાઈ છે. (આ એક્સપર્ટ ની વાતો વાંચી નીચે વાંચો વામકુક્ષી એટલે શું)
કેમ ફાયદાકારક ઝોકું ખાવું?
હાર્ટ હેલ્ધી રાખે છે
દિવસમાં 20 મિનિટનું એક ઝોકું લેવાથી હાર્ટ સુધી બ્લડની સપ્લાય યોગ્ય રીતે થાય છે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે.
મેમરી પાવર વધારે છે
દિવસમાં એક ઝોકું લેવાથી આપણે મેન્ટલી રિલેક્સ ફીલ કરીએ છીએ. તેનાથી મેમરી પાવર વધારવામાં મદદ મળે છે.
બ્લડપ્રેશર સુધારે છે
દિવસમાં 20 મિનિટનું એક ઝોકું લેવાથી બોડીમાં બ્લડ સકર્યુલેશન સરખી રીતે થાય છે. આ હાઈ BPના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે.
સ્ટ્રેસ ધટાડે છે
આખો દિવસ 20 મિનિટનું એક ઝોકું લેવાથી કોટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ઘટે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે.
અલર્ટનેસ વધારે છે
દિવસમાં 20 મિનિટનું એક ઝોકું લેવાથી ફોક્સ વધે છે. તેનાથી અલર્ટનેસ વધારવામાં મદદ મળે છે.
મસલ્સ રિલેક્સ કરે છે
દિવસમાં એક ઝોકું લેવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થાય છે. તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે.
નર્વસ સિસ્ટમ સુધારે છે
દિવસમાં એક ઝોકું લેવાથી બોડીમાં બ્લડ સકર્યુલેશન ઈમ્પ્રુવ થાય છે. તેનાથી નર્વસ સિસ્ટમ પણ સુધરે છે.
વામકુક્ષી આ ઝોકા ખાવા કરતા એડવાન્સ અને ૧૦૦ % શરીર ને બેનીફીટ આપે એવી ક્રિયા છે જાણો નીચે એના વિષે
હિંદુ અને મુસ્લીમ ધર્મ માં આને ઘણી પ્રમુખતા અપાઈ છે આપણા શાસ્ત્રો અનુસાર વામકુક્ષિ એટલે ડાબે પડખે આડા પડવું. આ એક સંસ્કૃત શબ્દ છે. વામ એટલે ડાબું અને કુક્ષિ એટલે પડખું. ભારત ખંડના સદીઓ પુરાણા આયુર્વેદ ના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે બપોર ના ભોજન પછીના સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું તેને વામકુક્ષી કહેવાય છે.
જમ્યા પછી જાગતા રહીને આડા પડખે થવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. જમ્યા પછી આપણા શરીર માં રહેલી હોજરીને પ્રમાણમાં વધારે રક્ત ની જરૂર પડે છે. વામકુક્ષી કરવાથી હોજરીને જોઇતા પ્રમાણમાં રક્ત મળી રહે છે તેમ જ પાચક રસો પણ ઝરે છે. આમ, આરોગ્ય ની બાબતે વામકુક્ષિ ઉપકારક છે.
વામકુક્ષિ કરતી વેળા જાગતા રહીને તેમ જ માત્ર અડધો કલાકના સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ખાસ બાબતનું ધ્યાન ન રાખવાથી આરામપ્રિય અને મેદસ્વી બની જવાય છે, તેમ જ અમ્લપિત પણ વધી જવાની શક્યતા રહે છે.