જોમેટોના ડીલીવરી બોયએ ખોલ્યું પેકેટ, ખાવાનું ખાધું અને પછી મચી ગઈ બબાલ, અહિયાં જુવો વિડીયો

નવા જમાનામાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધી ગયો છે. દરેક વ્યક્તિ ઓનલાઈન શોપિંગ દ્વારા દરેક વસ્તુ ખરીદવા માંગે છે, જેમાં ફૂડ શોપિંગ સૌથી આગળ અને ઝડપથી વધતું જતું જોવા મળી રહ્યું છે. આજકાલ દરેક વ્યક્તિ બેઠા-બેઠા ફૂડ ઓર્ડર કરી દે છે. પરંતુ આજે અમે તમને ઓનલાઈન ફૂડ શોપિંગને લઈને એક જાણવા લાયક વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણ્યા પછી તમારા હોંશ ઉડી જશે. જો તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો, તો તમે આ ખબરને છેલ્લે સુધી વાંચવાનું ન ભૂલશો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ થયો છે, જેમાં જોમેટોના ડીલીવરી બોય ખાવાનું પાર્સલ ખોલતો જોવા મળી રહ્યો છે. વાત એટલેથી નથી અટકતી, પરંતુ ડીલીવરી બોયએ પાર્સલ ખોલ્યું અને પછી અડધું ખાવાનું ખાઈને પેક કરી દીધું, ત્યાર પછી આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગયો. એટલું જ નહિ, આ આખી વાતનો વિડીયો જોવા વાળા દરેક માણસ એક વખત ફરી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ફૂડ ડીલીવરીની મોટી કંપની આ સમયે પ્રશ્નોથી ઘેરાઈ ચુકી છે.

જોમેટોના આ ડીલીવરી બોય રોડના કાંઠે સ્કુટી ઉભી રાખી પેકેટનું ખાવાનું ફરી ડીલીવરી બેગમાં મૂકી રહ્યો છે. આ વિડીયો કોઈના ધાબા ઉપરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, અને સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો. એટલું જ નહિ જયારે આ વિડીયો પોસ્ટ થયો તો લોકોએ જોમેટોને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. જયારે બાબત વધતી જોઈ તો કંપની એ તરત પગલા લેવાની જાહેરાત કરી. સાથે જ તેના ગ્રાહકોને એ વિશ્વાસ અપાવ્યો કે આવા પ્રકારની હવે કોઈ ભૂલ નહિ થાય.

કંપનીના ડીલીવરી બોયને નોકરી માંથી દુર કરી દીધો :

કંપનીના ફાઉંડર દીપિંદર ગોયલે બાબતને ગંભીરતાથી લઈને તરત પગલા લીધા. કંપનીના ફાઉંડર દીપિંદર ગોયલે જણાવ્યું, કે તેમણે ડીલીવરી બોય સાથે કલાકો વાત કરી અને ત્યાર પછી તેને પ્લેટફોર્મ માંથી દુર કરી દીધો છે. તેની સાથે જ કંપની ફાઉંડર દીપિંદર ગોયલે કહ્યું, કે એમે હવે નવા પ્રકારનું પેકિંગ કરીશું, જેથી ગ્રાહકોને કોઈ પ્રકારની કોઈ તકલીફ ન પડે. કંપની ફાઉંડર દીપિંદર ગોયલ આગળ જણાવે છે, કે અમે આવા કેસમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરતા. કંપનીએ પોતાના ગ્રાહકો સાથે આ ઘટના માટે માફી પણ માગી છે.

જો તમે પણ કોઈ ઓર્ડર કરો છો અને તે ઓર્ડર તમને કોઈપણ રીતે ખરાબ લાગે છે, તો તમે તેની ફરિયાદ તરત કંપની માં કરી શકો છો. તેના માટે કંપની દ્વારા નિયત કસ્ટમર કેયર નંબર ઉપર ફોન કરી શકો છો કે પછી તેને એક ઈમેલ મોકલી શકો છો, તેનાથી તે તમારી ફરિયાદ સાંભળશે અને પગલા પણ લેશે.

જુઓ વીડિઓ : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)